fbpx
અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને લાચસન્સ વગરના દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇમસોને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં ગંભિર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અન્વયે ગેરકાયેદસર હથિયાર ધરાવતા ઇસમો ઉપર વોચ રાખી, આવા આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળએલ.બી.ટીમ આજ રોજ તા.૧૯/૦૯/૨૦૨૩ નાં રોજ સારવકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે લીલાપીરની દરગાહની સામે બાયપાસ રોડ પરથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

શબ્બીરરજાકભાઇ હીરીયા, ઉ.વ.૨૨, રહે.સાવરકુંડલા, મણીનગર, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

પકડાયેલ હથિયારની વિગતઃ-

એક દેશી હાથ બનાવટનો તમંચો કિં.રૂ.૫,૦૦૦/-દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ. એમ. પટેલ તથા પો.સ.ઇ. શ્રી એમ.બી. ગોહિલ તથા એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ અમરલીપા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts