સાવરકુંડલા રૂરલ વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
આગામી રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચુંટણીઓ અનુસંધાને સઘન વાહન ચેકીંગ, તથા નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમી આઘારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, નાઓએ જીલ્લામાં આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચુંટણી અનુસંધાને તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય, અને આમ જનતા ભય મુક્ત વાતાવારણમાં રહી શકે તે હેતુથી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી.શાખાના પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, નાના ભમોદ્રા ગામથી સાવરકુંડલા જતા રોડે આવેલ ધિરૂભાઇ દુધવાળાની વાડીની સામે રોડ પર એક ઇસમ ઉભો છે અને તેની પાસે ગેરકાયદેસર હથિયાર (અગ્નિશસ્ત્ર) છે અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપી
1️⃣ એજાજ રસુલભાઇ લાડક, ઉ.વ.૨૦, ધંધો.મજુરી, રહે.મુળ- દિલાવરનગર, તા.વંથલી, જી.જુનાગઢ, હાલ રહે.સાવરકુંડલા, મારૂતીનગર, જી.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલ
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) કિ.રૂા.૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઇ., શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી. ટીમ ને દેશી હાથ બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે
.
Recent Comments