fbpx
અમરેલી

સાવરકુંડલા રેડ ક્રોસના મેહુલ વ્યાસને રાજ્યપાલના વરદ હસ્તે બે એવોર્ડ મલ્યા

મદાવાદ ખાતે તારીખ 16 5 ના રોજ રેડ ક્રોસ ગુજરાત એવોર્ડ નો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ગુજરાતના માનનીય ગવર્નર શ્રી આચાર્ય દેવ વ્રત ના વરદ હસ્તે સાવરકુંડલા રેડ ક્રોસ બ્રાન્ચના સક્રિય સભ્ય મેહુલ વ્યાસ ને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો મેહુલ વ્યાસ કે જેણે અત્યાર સુધીમાં 445 ચક્ષુદાન સ્વીકાર્યા હતા અને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ના વરદ હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો સાવરકુંડલા બ્રાન્ચને કુલ બે એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ગુજરાતની 140 રેડક્રોસ બ્રાંચમાં સૌથી વધારે સક્રિય રહી રક્તદાન અને અન્ય પ્રવૃત્તિથી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કામ કરવા બદલ સાવરકુંડલા બ્રાન્ચના મેહુલ વ્યાસ ને શ્રેષ્ઠ કામગીરીનો પર્સનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો આમ સાવરકુંડલા રેડક્રોસ બ્રાન્ચનું ગૌરવ વધારી રાજ્યપાલશ્રીના વરદ હસ્તે મેહુલ વ્યાસ ની બે એવોર્ડ પ્રાપ્ત થયા હતા અને સાવરકુંડલા નું ગૌરવ વધાર્યું હતું તેમજ મેહુલ આ ગૌરવ વધારવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે

Follow Me:

Related Posts