સરકારની આઈ.એચ.એસ.ડી.પી. યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૯-૧૦માં સાવરકુંડલા રોડ ફતેપુર જવાના રસ્તે કુલ ૨૧૯ આવાસો તૈયાર કરવામાં આવેલ છે. આ આવાસોમાં અમરેલી નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનાં કબ્જા સોંપ્યા ન હોય અને અનઅધિકૃત રીતે ગેરકાયદેસર વસવાટ કરતાં ઈસમોએ આ નોટીસ પ્રસિધ્ધ થયાના ૭ દિવસમાં પોતાનાં તમામ પ્રકારનાં માલ-સામાન સાથે આવાસોનો કબ્જો ખાલી કરી દેવાનો રહેશે તેમજ આવાસને કોઈપણ પ્રકારનાં અનઅધિકૃત તાળા મારવાના રહેશે નહીં. અન્યથા આગામી તા.૦૭/૦૪/૨૦૨૧ નાં રોજ અનઅધિકૃત કબ્જા ધારકો પાસેથી કબ્જા પરત અમરેલી નગરપાલિકાએ મેળવવાનાં હોવાથી તે આવાસોમાંથી કોઈપણ માલ–સામાન કે કોઈપણ વસ્તુ ગુમ થાય તેની અમરેલી નગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં, તે માટેની સંપૂર્ણ જવાબદારી જે તે અનઅધિકૃત કબ્જાધારકની રહેશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવ્યું છે.
સાવરકુંડલા રોડ પરના ૨૧૯ આવાસોમાં અનઅધિકૃત કબ્જો ધરાવતા ઈસમોને આવાસો ખાલી કરવા નગરપાલિકાની નોટિસ

Recent Comments