fbpx
અમરેલી

સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા એક મંચ પર જોવા મળ્યાં

સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા યોગાનુયોગ કોઈ જાહેર કાર્યક્રમમાં એક મંચ પર ભેગા થયા ત્યારે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતને સારાસભ્ય સંબોધીને બિરદાવતાં જોવા મળ્યા. એવું નથી કે સત્તાધારી પક્ષના નેતાગણ વિપક્ષના નેતાને ન બિરદાવે. સારાને સારું કહેવું એમાં કોઈ સંકોચ થોડો હોય શકે. અને ઘણીવખત એવા કાર્યક્રમો યોજાતા હોય છે જ્યાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના નેતાગણ એકસાથે જોવા મળતાં હોય છે. અને *આવા પ્રસંગે સત્તાધારી પક્ષ કે વિપક્ષના નેતાની ખરી કસોટી થતી હોય છે.* આવો જ એક કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા એક મંચ પર જોવા મળ્યાં અને આવી અલભ્ય ક્ષણોમા અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાએ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતને એક સારાસભ્ય ગણાવી ધારાસભ્યને બિરદાવ્યા પણ ખરાં. આમ આવી બાબતોની પ્રેરણા લઈને રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થઈ શકે.. વિરોધ હોય તો રચનાત્મક જ હોવો જોઈએ. નકારાત્મકતાને જાકારો આપી તંદુરસ્ત રાજકીય પરંપરા શરૂ થાય તો ભારત દેશ અવશ્ય વિશ્ર્વ ગુરુ બની શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી.. આ બાબત પરથી એટલો સંદેશ તો ચોક્કસ જાય છે કે રાજકારણ પણ રચનાત્મક અને તંદુરસ્ત હોય શકે છે માત્ર આપણે એને અનુસરીએ તો…

Follow Me:

Related Posts