માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં માર્ગદર્શન મુજબ સાવરકુંડલા ભાજપ યુવા મોરચા દ્વારા સાવરકુંડલા અટલધારા કાર્યાલય ખાતે તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યુ તેમાં મુખ્ય મહેમાન સ્વ.શ્રી લલ્લુબાપા શેઠના સુપુત્ર શ્રી ડો.દિપકભાઈ શેઠ , દેવચંદભાઈ કપોપરા, રસિકભાઈ વેકરીયા, રાજુભાઈ શિંગાળા, વિજયભાઈ વસાણી તેમજ સમાજના શ્રેષ્ઠીઓ અને વેપારી અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતીમાં લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યુ. આ તકે ઉત્સાહી નાગરિકો, યુવાનો, માતાઓ, બહેનો, તેમજ બહોળી સંખ્યામાં લોકો અટલધારા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી તિરંગાનું વિતરણ કરવામાં આવ્યુ.
સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની અટલધારા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ દ્વારા વિનામૂલ્યે તિરંગા વિતરણ કરવામાં આવ્યુ.


















Recent Comments