સાવરકુંડલા – લીલીયા તાલુકાના ગામોના સ્મશાન ગૃહોમાં સુધારેલ સ્મશાન ભઠૃી બેસાડવાની સહાય યોજના નીચે વિધાનસભા વિસ્તારમાં સ્મશાન સગડી મંજુર કરાવતા ધારાસભ્ય મહેશ કસવાલા
સાવરકુંડલા/લીલીયા વિધાનસભા મત વિસ્તારના ગામોના સ્મશાન ગૃહોમાં સુધારેલ સ્મશાન ભઠૃી બેસાડવાની યોજના અંતર્ગત હિન્દુ પરંપરામાં મનુષ્યના મૃતદેહ પછી કરતા અગ્ની સંસ્કાર વિધી માટે સારી એવી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવે છે આ સુધારેલ સ્મશાન ભઠૃીના ઉપયોગથી મૃતદેહના અગ્નીસંસ્કાર પાછળ વપરાતા લાકડામાં ૫૦% જેવી બચત થઇ શકે અને વૃક્ષો કપાતા અટકે સાથો સાથ પર્યાવરણની જાળવણીના શુભ હેતુથી સાવરકુંડલા/લીલીયા વિધાનસભા વિસ્તારના નામના નહી પણ કામના હોનહાર ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા દ્વારા પોતાના મત વિસ્તારના ગામોમાં સુધારેલ સ્મશાન ભઠૃી બેસાડવા માટે કુલ ૮૧ સ્મશાન ભઠૃીઓની કુલ રકમ રૂપીયા ૪૪ લાખ ૫૫ હજાર મંજુર કરાવેલ છે જે સ્મશાન ભઠૃીઓ ઉર્જા વિકાસ નિગમની એજન્સી દ્વારા લીલીયા તાલુકામાં ૩૩ ગામોમાં ૩૭ સ્મશાન ભઠૃી તથા સાવરકુંડલા તાલુકામાં ૩૬ ગામોમાં ૪૪ સ્મશાન ભઠૃી મળી કુલ ૮૧ સ્મશાન ભઠૃીઓ જે તે ગામોમાં બેસાડવાની કામગીરી ચાલુ થઇ ગયેલ છે આમ, શ્રી કસવાલા દ્વારા લોકઉપયોગી સગવડો ઉભી કરવામાં પાછી પાની કરતા નથી આ સગવડથી પર્યાવરણમાં પણ સુધારો થઇ શકે છે તેમ અટલધારા કાર્યાલયની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments