સાવરકુંડલા લીલીયા ના 150 કૉંગ્રેસ – આપ કાર્યકર્તાઓએ કર્યો કેસરિયો
અમરેલી લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર થતાં જ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ જિલ્લા કોંગ્રેસના ગઢ ગણાતા સાવરકુંડલા/લીલીયા માં ગાબડું પાડીને કોંગ્રેસ ને સ્તબ્ધ કરી દીધી છે. તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સહિત 2 સભ્યો અને 17 સરપંચો સાથે 150 કોંગ્રેસ સમર્થકોને કેસરિયો કરાવીને કોંગ્રેસ ને અચંબિત કરી દીધી હતી. આજે સત્વ અટલ ધારા કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ના અભિવાદન સમારોહ સાથે કોંગ્રેસ-આપ તોડીને સાવરકુંડલા લીલીયા મતક્ષેત્રમાં કોંગ્રેસ ને ધારાસભ્ય કસવાળાએ પછડાટ આપી હતી. અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ – આપ ના ગઠબંધનમાં ઉભા ફાડિયા કરીને કાર્યકર્તાઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસને લક્ષમાં રાખીને જોડાઈ રહ્યા હોય ત્યારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા નું ક્ષેત્ર કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો
તે ગઢ ના કાંગરા ધારાસભ્ય મહેશ કસવાળા એ ખેરી નાખ્યા હતા. કોંગી નેતાઓ પણ કુનેહ, કાર્યદક્ષતા સાથેના સુવર્ણ કુંડલા બનાવવાના ધ્યેય સાથે કામ કરતા ધારાસભ્ય કસવાળા પર વિશ્વાસ મૂકીને એક પણ જાતના કમીટમેન્ટ વિના વિકસિત ભારત ના સ્વપ્નને સાકાર કરવાના યજ્ઞમાં આહુતિ આપવાના દ્રઢ સંકલ્પ સાથે સાવરકુંડલા તાલુકા પંચાયતના કોંગ્રેસના ત્રણ સદસ્યો, સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના અધ્યક્ષ મનુભાઈ ડાવરા, ખીમજીભાઇ, નરસીભાઇ સહિત સમર્થકો અને સાવરકુંડલા અને ૧૭ ગામોના સરપંચો સાથે સમર્થકો અને તાલુકાના કોંગ્રેસના ત્રણ પદાધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો સહિત કુલ 150 કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. આપ અને કોંગ્રેસના કાર્યકરો નું સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, પુનાભાઈ ગજેરા, જીવનભાઈ વેકરીયા, દીપકભાઈ માલાણી, મુકેશભાઈ સંઘાણીએ ખેસ પહેરાવીને આવકાર્યા હતા. લોકસભાના ભાજપના ઉમેદવાર ને 5 લાખ ની લીડથી જીતવાના અધ્યાયનો આરંભ સાવરકુંડલા ખાતેથી ધારાસભ્ય મહેશ કસવાળાએ કર્યો છે.
Recent Comments