fbpx
અમરેલી

સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની રજુઆત ને પગલે સરકારી હોસ્પિટલમાં ડો.ની નિમણુંક કરવામાં આવી

સાવરકુંડલા માં રોગી કલ્યાણ સમિતિ ની મળેલ બેઠક માં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી અને રોગી કલ્યાણ સમિતિના સદસ્ય રાજુભાઇ શિંગાળા એ કે.કે.હોસ્પિટલમાં ડો.સ્ટાફ ની નિમણૂક કરવા બાબતે રજુઆત કરી જે રજૂઆત ને લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરતા ની સાથે જ થોડા જ દિવસો માં ગાયનેક ડો.કિરણબેન આહીર, (સ્ત્રી રોગ નિષ્ણાત) અને એનેસ્થેટિક  ડૉ.સંધ્યા પટેલ, જતીન રાજ્યગુરુ(બાળ રોગ નિષ્ણાત) જેવા સ્પેશ્યલિસ્ટ ડૉ. ની સાવરકુંડલા કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમાં નિમણુંક કરવામાં આવી,અને હાલમાં
ઉપલબ્ધ સ્પેશ્યાલીસ્ટ
1.ગાયનેકોલોજીસ્ટ
2. પીડિયાટ્રીશયન
3. ડરમેટોલોજીસ્ટ
4. સાઇકિયાટ્રીક
5. રેડિયોલોજીસ્ટ
6. પેથોલોજીસ્ટ
7. એમ.ડી.એસ. – (દાંત સર્જન વર્ગ – 1)

8. એનેસ્થેસ્ટિક ની સેવાઓ અત્રેની સરકારી હોસ્પિટલ સાવરકુંડલા માં ઉપલબ્ધ છે તેમજ સાવરકુંડલા ની 84 ગામની જનતા ને આ સરકારી હોસ્પિટલ માં તમામ ડો.નો લાભ મળે એ માટે તાત્કાલિક ધોરણે ડો ની નિમણુંક કરાવતા રોગી કલ્યાણ સમિતિ ના સદસ્ય અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી રાજુભાઇ શીંગાળા તેમજ સમગ્ર સ્ટાફે ધારાસભ્ય મહેશભાઇ કસવાળા નો આભાર વ્યક્ત કર્યો.

Follow Me:

Related Posts