fbpx
અમરેલી

સાવરકુંડલા લોહાણા મહાજન પ્રમુખ શ્રી જગદીશભાઈ માધવાણી માનવમંદિરની મુલાકાતે. માનવમંદિરની વ્યવસ્થા જોઈને ખૂબ પ્રભાવિત થયાં માનવમંદિરમાં નવનિર્મિત ભોજનાલય માટે માતબર અનુદાન આપ્યું..અન્ય માટે પ્રેરણાદાયી કાર્ય. 

સાવરકુંડલા રધુવંશી લોહાણા સમાજના પ્રમુખ માનનીય શ્રી જગદીશભાઈ માધવાણી આજરોજ માનવમંદિરની મુલાકાત આવેલ.પૂજ્ય ભક્તિરામબાપુના આશીર્વાદ તેમજ માનવમંદિરનો પરિચય માનવમંદિરના પરિવાર ભુરાભાઈ વાળા અને બળવંતભાઈ મહેતાએ આપેલ. માનવમંદિરમાં નવનિર્મિત ભોજનાલયની ટાઈલ્સ માટે તેમના ખાસ મિત્ર શ્રી દકુભાઈ કસવાલાના કહેવાથી રૂપિયા બે લાખ માનવમંદિરને ભેંટ આપેલ. આ ભેંટ આવવાથી નવનિર્મિત ભોજનાલયના ટાઈલ્સનું કામ ટુક સમયમાં પૂર્ણ થાશે. માનવમંદિર પરિવાર દાતાશ્રીની ભાવના ને વંદન સાથે ઉતરોતર પ્રગતિ અને સેવાકાર્ય કરતા રહે તેવી અસ્તિત્વને પ્રાર્થના…

Follow Me:

Related Posts