સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રેલી યોજાઇ.
આગામી ૭/૫/૨૦૨૪ ના રોજ લોકસભાની ચુંટણી અનુસંધાને જાગૃતિ લાવવાના હેતુસર સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સાવરકુંડલા ની તમામ કચેરી ના તમામ કર્મચારી અધિકારી ગણ દ્વારા રન ફોર વોટ ની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં તમામ કચેરીના કર્મચારીઓ દ્વારા સાવરકુંડલા શહેરના નાગરિકો જાગૃત બની વધુ માં વધુ મતદાન કરે તે માટે લોકોને જાગૃત કર્યા હતા. સાથે સાથે તમામ અધિકારીઓ, નાગરિકો દ્વારા અવશ્ય મતદાન કરવું તેઓ સંકલ્પ લીધો હતો.
Recent Comments