સાવરકુંડલા શહેરમાં બોર આધારિત પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાઓ સામે જાગૃત ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા સરકારશ્રી માં રજૂઆત કરીને શહેરીજનોને ફ્લોરાઇડ યુક્ત પાણીને કારણે ગંભીર બીમારીઓ માંથી મુક્તિ મળે તેવા યથાર્થ કરેલા પ્રયાસોના સફળતા મળેલ છે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાના પાણીની સગવડતા 47 બોર આધારિત પાણીની વ્યવસ્થાઓ હોય અને પાલિકાને વીજળી બિલ, મેઇન્ટેન્સ, કર્મચારીના પગાર વિગેરે મોટા પ્રમાણમાં આર્થિક નુકશાની સહન કરવી પડતી હોય તેમજ આ જમીન માંથી આવતા બોરના પાણી નું ટી.ડી.એસ. વાળું હોય સાથે આલ્કલી/ફ્લોરાઈડ યુક્ત પાણી સંપૂર્ણ પણે બંધ કરી શહેરીજનોની સુખાકારી યોગ્ય રીતે જળવાઈ અને નર્મદાનું પાણી ફિલ્ટર કરી દૈનિક ધોરણે મળી રહે તેવા અધિક મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા તાજેતરમાં જ 19 કરોડ 76 લાખની સૈધાંતિક મંજૂરી મળતાં સાવરકુંડલા વાસીઓ માટે નર્મદાનું પાણી પુરતા ફોર્સ સાથે દૈનિક મળી રહે તેવું આયોજન સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ધારાસભ્ય મહેશ કસવાળા ના માર્ગદર્શન તળે આકાર પામશે
જેમાં સાવરકુંડલા ના હાથસણી ના શેલ દેદુમલ ડેમ નજીક વિશાળ 100 ફૂટ ઊંડો કૂવો બનાવીને પાઇપ લાઈન મારફતે સાવરકુંડલા શહેરમાં ખાદી કાર્યાલય ખાતે 5 લાખ લીટર ની ઊંચી ટાંકી, હાથસણી રોડ ખાતે 5 લાખ લીટર ની ઊંચી ટાંકી, કુંડલા સ્મશાને 8 લાખ લીટર ની ઊંચી ટાંકી અને અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવશે ને સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં ડી.આઇ.પાઇપ પાણીની પાઇપ લાઇન અને પી.વી.સી. પાઇપ વડે પાણી ઘર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવશે જે અંગે સરકારશ્રી દ્વારા 19 કરોડ 76 લાખ ની માતબર રકમ વડે ઊંચી પાણીની ટાંકી, અંડર ગ્રાઉન્ડ સંપ, કૂવો, પંપ રૂમો, મશીનરી સહિતની કામગીરીઓ આગામી દિવસોમાં શરૂ થશે અંદાજે રોજનું ૧૦ MLD નર્મદાનું પાણી મળી રહેશે જેથી સાવરકુંડલા વાસીઓને ફ્લોરાઈડ યુક્ત પીવાના પાણી પીવાની મુશ્કેલી માંથી છુટકારો થશે ને પીવાના ફ્લોરાઈડ યુક્ત પાણી માંથી મુક્તિ મળવાના દિવસો નજીક હોય ને લોકોની સુખાકારી પાલિકાને થતા આર્થિક ખર્ચાઓ માંથી પણ મુક્તિ મળશે ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા પાલિકામાં વસતા શહેરીજનોની સુખ સુવિધાઓને લક્ષ આપવામાં આવતા પ્રબુદ્ધ નાગરિકોએ ધારાસભ્યની કુનેહ અને આવડત અંગે અંતરના આશીર્વાદ આપ્યા હતા ને અત્યાર સુધી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા ફલોરાઇડ યુક્ત પીવાના પાણીની સમસ્યા માંથી મુક્તિ મળે તેવા નક્કર આયોજનો કરવામાં આવ્યા ના હતા
પણ ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા અગાઉ પણ બાયપાસ રોડ, સ્પોર્ટ સંકુલ, મહુવા રોડ રેલવે ઓવર બ્રિજ, સાવરકુંડલા રંઘોળા સ્ટેટ હાઇવે, રિવરફ્રન્ટ, ઓડિટોરીયમ હોલ, ભૂગર્ભ ગટર, પંચાયત વિભાગના રોડ રીસર્ફેસિંગ, 271 વ્યક્તિઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, ટાઉન હોલ, 50 બેડની આધુનિક હોસ્પિટલ ભૂગર્ભ સંપ, સાથે અનેક કામોની વણઝાર ધારાસભ્ય મહેશ કસવાળાએ અતિ ગંભીર ગણાતા પીવાના પાણીની ફ્લોરાઈડ પાણી માંથી પણ મુક્તિ મળે તેવા પ્રયાસોને સરકારે મંજૂરી આપીને સોનામાં સુગંધ ભળે તેવી ઉડીને આંખે વળગે તેવી કામગીરીઓને શહેરીજનોએ ફૂલડે વધાવી હતી.
Recent Comments