સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારના રબારીકા ગામે લોકદરબાર યોજતા ધારાસભ્યકસવાલા
સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના રબારીકા(તા.જેસર) ગામે છેલ્લા ઘણા સમયથી ગામની આવશ્યક સુવિધાઓ અંગે ગત લોકસભા ચુંટણીના મતદાનના દિવસે ગામ લોકો દ્વારા સક્ષમ અધીકારીશ્રી તથા મિડીયા સમક્ષ આક્રોષ વ્યકત કરેલ જે બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા રબારીકા ગામના
પ્રશ્ન અંગે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ જેના અનુસંધાને જાગૃત ધારાસભ્યશ્રી દ્વારા આચાર સંહિતા પૂર્ણ થતા તરત જ રબારીકા ગામના પ્રશ્નો અંગે લોકદરબારનું આયોજન કરવામાં આવેલ આ લોકદરબારમાં પ્રાંત અધીકારીશ્રી મહુવા, મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધીકારી જેસર તથા સબંધીત વિભાગના અધીકારીશ્રીઓને હાજર રાખી તા.૧૯-૦૬-૨૦૨૪ના રોજ લોકદરબાર યોજવામાં આવેલ આ લોકદરબારમાં ગામ લોકો તથા સરપંચશ્રી હર્ષરાજભાઇ શિવરાજભાઇ વિંછીયા દ્વારા ગામના ખરાબ રોડ રસ્તા, પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય જેવા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સબંધીત વિભાગોને તાત્કાલીક રબારીકા ગામના પ્રશ્નો હકારાત્મક નિકાલ કરવા ધારાસભ્યશ્રી મહેશ કસવાલા દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ તેમ સત્વ ”અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.
Recent Comments