સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારારાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરૂધ્ધ કરેલ ટીપ્પણી બદલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એ પોતાના ભાષણમાં ભારતની સંસદની અંદર હિન્દુઓને હીંસક કહીને આખા હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. આ હિન્દુઓને બદનામ કરવાનું એક સમજી વિચારી ને કરવામાં આવેલ ષડયંત્ર હોય, સાવરકુંડલામાં હિન્દુ સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન, આકરો આક્રોશ વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીની ટિપ્પણી બદલ વિરોધ પ્રદર્શન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યું હતું. હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરીને ભારત સરકાર ને આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પરમાર, સૌરાષ્ટ્ર પ્રાંત ગૌ સેવા – બાબુભાઈ સોલંકી, વિ.હી.પ. સાવરકુંડલા અધ્યક્ષ જૈનમ ભાઈ અંબાણી, મંત્રી જતિનભાઈ ઠાકર, બજરંગ દળ સંયોજક અરૂણભાઈ ગોંડલીયા, સહ સંયોજક ભાવિનભાઈ ગોરડીયા, કિશનભાઈ જાદવ, જિ. પ્રચાર-પ્રસાર આલકુભાઈ ખુમાણ, ધર્માચાર્ય સંપર્ક સુમીત ભાઈ મશરૂ તથા હિન્દુ યુવા સંગઠન, સદભાવના ગ્રુપ, ભગતસિંહ યુવા ગ્રુપ, માનવ મંદિર આશ્રમ, કબીર ટેકરી આશ્રમ, કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, શ્રીજી ગૌ સેવા ચેરી. ટ્રસ્ટ, તાત્કાલિક હનુમાનજી આશ્રમ, હિન્દુ ધર્મ સેના, વિશ્વ હિન્દુ મહા સંઘ, પતંજલિ યોગ સમિતિ, મહાપ્રભુજી બેઠકજી, મેલડી ધામ આશ્રમ, બટુક હનુમાનજી મંદિર સહિતના હિન્દુ સંગઠનો સહિતમોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મો રક્ષતિ રક્ષિતઃ સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.
Recent Comments