સાવરકુંડલા જલારામ મંદિર પાસે આવેલ વીરબાઈ માઁ ટિફિન સેવા કેન્દ્ર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર પ્રેરીત અને નાયબ નિયામક રાજકોટ તથા જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ વિનામુલ્યે આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે જેમાં ડો. દેવેન્દ્ર ચૌહાણ મેડીકલ ઓફીસર અને ડો. કે.બી.ગોંડલીયા મેડીકલ ઓફીસર સેવા આપશે આ આયુર્વેદ નિદાન કેમ્પમાં તમામ રોગો જેવા કે ચામડીના રોગો, શ્વાસ, સંધિવાત, પેટના રોગો, વૃધ્ધાવસ્થાજન્ય રોગો, સ્ત્રી રોગો, પેશાબના રોગો, બાળરોગો, ડાયાબીટીસ વગેરેનું આયુર્વેદ પધ્ધતિથી નિદાન કરી, વિનામુલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
સાવરકુંડલા વીરબાઈ માઁ ટિફિન સેવા કેન્દ્ર ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

Recent Comments