સાવરકુંડલા વોર્ડ નંબર નવમાં એકાદશીના પવિત્ર દિવસે ખોડીયાર રામામંડળ દ્વારા કેવડાપરામાં રામદેવપીરનું આખ્યાનની ઉજવણી.

સાવરકુંડલા ખાતે કેવડા પરા વિસ્તારમાં ગોપી મંડળ દ્વારા ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવપીરનું આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ખોડીયાર રામામંડળ દ્વારા આ આયોજન ખૂબ જ સરસ રીતે સનાતન ધર્મના નેજાધારી રામદેવપીરની ધાર્મિક પ્રસંગિક લોકોના જીવનમાં પ્રેરણાત્મક વાતો ઉતરે સમાજના જાહેર જીવનના મૂલ્યો જળવાઈ રહે તે હેતુ આ ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં વોર્ડ નંબર નવ ૯ ના સદસ્યોમાંથી ચૂંટાયેલ નગરપાલિકાના તાજેતરમાં પ્રમુખ તરીકે વરણી થયેલ મેહુલભાઈ ત્રિવેદી રમેશભાઈ ચૌહાણ તથા અનિલભાઈ ગોહિલ દ્વારા દરેક વોર્ડના સદસ્યોને આમંત્રણ આપેલ જેના આમંત્રણને માન આપી હરિભાઈ ભરવાડ, ભુપતભાઈ પાનસુરીયા, ભાવેશભાઈ કવા, મનસુખભાઈ લાડવા, નીતિનભાઈ હેલૈયા, કેશુભાઈ બગડા, કરસનભાઈ આલ, ધર્મેન્દ્રભાઈ મહેતા તથા હસુભાઈ ચાવડા. દિનેશભાઈ ઝીણાભાઈ. સુંઘાભાઈ હાજર રહી
આ કાર્યક્રમ નિહાળ્યો હતો અને તમામ સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું. વોર્ડ નંબર નવના સદસ્યોએ જાહેરાત કરીને દરેક મતદારોને પોતાના પરિવારને ઉપયોગી આયુષ્માન કાર્ડનો કેમ્પ આગામી ૨૯-૯-૨૦૨૩ ના રોજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઓફિસ “અટલધારા”માં કેમ્પનું આયોજન કરેલ છે તો દરેક સાવરકુંડલા શહેરી જનતાને લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ અને આવકના દાખલા કાર્યાલય ઉપર જ નીકળી જશે માત્ર આધાર કાર્ડ અને રેશનીંગ કાર્ડ લઈને આવવાની જાણકારી આપેલ સાવરકુંડલામાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના સ્વભાવ મિત્તભાષી અને લોકોના કામ પ્રત્યેની ધગશ રાખીને સર્વ સમાજમાં તેમાં વિશ્વાસની ઝલક જોવા મળે છે સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર મેહુલભાઈ ત્રિવેદી સાર્થક કરે તેવી અપેક્ષા
Recent Comments