અમરેલી

સાવરકુંડલા વોર્ડ નંબર-બે માં મંજુર થઈ ગયેલ હોવા છતાં રોડ બનાવવામાં ન આવતા રહીશો હેરાન ગતિ ભોગવી રહ્યા છે…

સાવરકુંડલા વોર્ડ નંબર બે માં ભુવા રોડ પાસે છેલ્લા ઘણા સમયથી ઠાકર સ્ટુડિયો વાળી ગલીમાં સી.સી.રોડ મંજૂર થઈ ગયેલ હોવા છતાં હજુ સુધી રોડ બનાવવામાં ન આવતા રહીશોને પોતાના ઘરે આવવા જવા તેમજ વાહનો લાવવા લઈ જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનો શેરીની બહાર મુકવામાં આવી રહ્યા છે.

         સિનિયર સિટીઝનોને પણ અહીંયાંથી જોખમ લઈ પસાર થઈ રહ્યા છે અનેકવાર રજૂઆતો અને ફરિયાદો કરવાથી પાલિકાએ રોડ બનાવવાના બદલે મોટા પથ્થરો સહિતની કપચી નાખી દેવા આવી જેથી ચાલવામાં અને વાહન ચલાવવામાં પણ અગવડતા ઉભી થઈ રહી છે ત્યારે આ વિસ્તારના રહીશો ઈચ્છી રહ્યા છે કે અમારી ગલીમાં મંજુર થયેલો રોડ તાત્કાલિક અસરથી બનાવવામાં આવે.

Related Posts