સાવરકુંડલા વોર્ડ નંબર ૭ માં બિસ્માર મકાનની દીવાલ ધરાશાહી થતાં એક વાહનને નુકશાન

પણ હજુ બિસ્માર બિલ્ડિંગના એક ભાગની દીવાલ અડીખમ પડવાના વાંકે ઊભી હતી ત્યારે પાલિકાના સદસ્ય પુત્ર અને સામાજિક કાર્યકર સોહિલ શેખ, સદસ્ય પીયૂષભાઈ મશરૂ, લોહાણા સમાજ અગ્રણી કાનાભાઈ મશરૂ સ્થળ પર દોડી ગયા હતા અને પડી ગયેલા કાટમાળને જે.સી.બી. દ્વારા રસ્તા પરથી દુર કરાવ્યો હતો અને પડવા વાંકે ઉભેલી દીવાલને પણ પાડી દેવામાં આવી હતી આ ઉપરાંત પણ સોહીલ શેખ દ્વારા આવી બિસ્માર હાલતમાં પડેલી બિલ્ડીંગોને કારણે કોઈ મોટી જાન હાની થાય એ પહેલાં નિરાકરણ લાવવા લેખિત રજુઆત પાલિકાને કરેલ હતી આ અરજીઓ હજુ પાલિકાના ટેબલો પર ધૂળ ખાતી હોવાની પ્રતીતિ વચ્ચે રાહ જોતી હોય ને આજે દીવાલને કાટમાળ ધરાશાહી થઈ હતી ત્યારે સાવરકુંડલામાં આવેલી બિસ્માર બિલ્ડીંગોનું નિરાકરણ થાય તેવું લોકો ઇચ્છિ રહ્યા હતા ત્યારે જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ બોગસ બિલ્ડિંગ પણ અતિ જર્જરીત બની ગયેલ હોય ને આવી સાવરકુંડલા શહેરમાં અનેક મિલ્કતો જર્જરીત હાલતમાં હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા ચોમાસા ટાઈમે નોટીસ આપીને સંતોષ માનીને કાગળ પર કામગીરીઓ બતાવી છે પણ નોટીસ આપ્યા બાદ ક્યારેય પાલિકા તંત્ર તસ્દી લેતું ના હોવાને કારણે આવી મિલ્કતોથી ગંભીર જાનહાનિ સર્જે તેવી દહેશત વચ્ચે આજે ટ્રસ્ટની માલિકીનું મકાન પડી ભાંગ્યું હતું ને એક બાજુમાં રાખેલ ફોર વ્હીલ વાહનને નુકશાની થયેલ હતી જ્યારે એક કેબિનને પણ નુકશાની થયેલ હતી ત્યારે પાલિકા તંત્ર આવી જર્જરીત મિલ્કતોની કાળજી લઈને નિરાકરણ લાવવા પાલિકા તંત્ર પાસે સોહીલ શેખ દ્વારા રજુઆત કરવામાં આવી છે…..
Recent Comments