fbpx
અમરેલી

સાવરકુંડલા વોર્ડ નં . – ૫ ના નગરસેવક અને કોંગ્રેસ અગ્રણી શ્રી અશોકભાઈ ખુમાણની મહુવા રોડ ખાતે આવેલા નગરપલિકા બિલ્ડીંગના પ્રાંગણમાં જોગીદાસ બાપુ ખુમાણનું સ્ટેચ્યુનું અધુરૂ કામ પુર્ણ કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખશ્રીને લેખિત રજુઆત

સાવરકુંડલા વોર્ડ નં . – ૫ ના નગરસેવક અને કોંગ્રેસ અગ્રણી શ્રી અશોકભાઈ ખુમાણની મહુવા રોડ ખાતે આવેલા નગરપલિકા બિલ્ડીંગના પ્રાંગણમાં જોગીદાસ બાપુ ખુમાણનું સ્ટેચ્યુનું અધુરૂ કામ પુર્ણ કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખશ્રીને લેખિત રજુઆત કરતા અને પંદર દિવસમાં આ કામગીરી પુર્ણ કરવાની તાકીદ કરી અન્યથા તાત્કાલીક પૂર્ણ નહિ કરવામાં આવે તો તમામ સમાજને સાથે રાખીને કચેરીની સામે ગાંધી ચિંઘ્યા રાહે દોલન કરવાની ફરજ પડશે . તેવી ચીમકી પણા ઉચ્ચારી હતી એ સંદર્ભમાં આજરોજ નગરપાલિકાના પરિસરમાં જોગીદાસબાપુ ખુમાણનું સ્ટેચ્યુનું શુભાગમન થયુ આમ એક સક્રીય નગરસેવક અશોકભાઈ ખુમાણની મહેનત રંગલાવી હવે , એનું લોકાર્પણ કયારે થશે એ તો સમજ કહેશે . પરંતુ અશોકભાઈ ખુમાણની ધારદાર રજુઆત કામ તો ચોક્કસ કરી ગઈ તેવું લોકમુખે ચર્ચાઈ રહયું છે

વાત જાણે એમ છે સાવરકુંડલા નગરપાલિકા પરિસરમાં શ્રી જોગીદાસબાપુના સ્ટેચ્યુ મુકવાનો ઠરાવ કરી ઠરાવવામાં આવ્યું હતુ અને કામનો તા . ૧૫/૦/૨૦૨૦ એજી શ્રી વિશાલ એન્ડ પટેલને વર્ધ ઓર્ડર આપવામાં આવેલ છે . અને તે અન્વયે + નગરપાલિકા દ્વારા સ્ટેચ્યુ માટેની કામગીરી હાથ ધરી માત્ર થોડું કામ કરી હાલ બંધ પડેલ હતુ જેથી આ એજન્સીને કહી તાત્કાલીક જોગીદાસ બાપનું સ્ટેચ્યુ મુકવામાં આવે. આ કામનું ટેન્ડર વિશાલ એન્ડ પટેલ કન્સ્ટ્રકશન અમદાવાદ દ્વારા આ કામગીરી શા કારણથી કરવામાં આવતી નથી ? આ કામની સમય મર્યાદા પણ પુર્ણ થયેલ છે . આ એજન્સીને દિન ૧૫ માં આ કામગીરી પુર્ણ કરવા તાકીદ કરવી અન્યથા તાલીક પુર્ણ નહિં કરવામાં આવે તો તમામ સમાજ સાથે રાખી કચેરીની સામે ગાંધી ચિંઘ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અશોકભાઈ ખુમાણે નગરપાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખશ્રીને લેખિત રજુઆતમાં દર્શાવી હતી . અને અંતે અશોકભાઈ ખુમાણની આ રજુઆત રંગ લાવી સતાધીશોમાં સળવળાટ થતા હવે ટુંક સમયમાંજ જોગીદાસબાપુ ખુમાણનું સ્ટેચ્યુનું લોકાર્પણ થાય તેવુ આમ જનતા ઈચ્છે છે .

Follow Me:

Related Posts