સાવરકુંડલા શહેરનાં લોકોને આ પેટ્રોલ ડિઝલનો ઘટાડો હજુ પણ ઓછો લાગે છે. લોગ અબ ભી જ્યાદા ચાહતે હૈ..!!ધી પીપલ વોન્ટ મોર..!!
સાવરકુંડલા શહેરનાં નગરજનો આજનાં દિવાળીનાં પર્વ પર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર કરભારણ ઓછું કરવાનાં નિર્ણયથી થયેલો ભાવ ઘટાડાને પરિણામે અહીંના પેટ્રોલ પંપ પર પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઈનો તો લાગી પણ લોકો હજુ પણ આ ભાવ ઘટાડાથી સંતુષ્ટ નથી..આ કારમી મોંઘવારીમાં લોકોને આ ભાવ ઘટાડો ઘણો ઓછો લાગે છે. વાત વાતમાં લોકો પણ કહે છે કે અચાનક આ ભાવઘટાડો કેમ થયો?? લોકોને આ ભાવ ઘટાડાથી આશ્ર્ચર્ય તો થયું છે. કોઈ એમ કહે છે કે સરકારનાં હ્રદયમાં રામ વસ્યાં લાગે છે..!!! તો કોઈ કહે છે કે ચૂંટણીનાં પરિણામોનાં સૂચિતાર્થ સંદર્ભે પણ આ ભાવ ઘટાડો હોય શકે.. કારણ જે હોય તે લોકો આ સળગતાં પેટ્રોલનાં ભાવથી પરેશાન તો હજુ પણ છે. લોકો હજુ પણ પેટ્રોલના ભાવ ઘટે તેવું ઈચ્છે છે. આમ સાવરકુંડલા શહેરનાં લોકોનો અભિગમ તો પેટ્રોલ ડીઝલ પર સરકાર ટેક્ષનું ભારણ હજુ પણ ઘટાડે તો મધ્ય અને ગરીબ વર્ગના લોકોને ઘણી રાહત મળે.. લોકોનાં રસોડાના બજેટ ન ખોરવાઈ તેવું આમજનતા ઈચ્છે છે.. અને એમાં કશું ખોટું પણ નથી..સાવરકુંડલા શહેરમાં પેટ્રોલ નો લીટરે ૯૬.૪૮ અને ડીઝલ ૯૦.૨૪ છે એટલે કે પેટ્રોલમાં સરેરાશ ૧૨ રૂપિયા ઘટ્યાં અને ડીઝલમાં ૧૭ રૂપિયા જેવો ઘટાડો થયો છે એમ પેટ્રોલ પંપ ધારક શ્રી નું કહેવું છે.. પરંતુ એક વાત પણ સ્પષ્ટ છે કે ટ્રાન્સપોર્ટ અને પરિવહન હવે વધારેલ ભાડામાં ઘટાડો કરશે કે કેમ તે યક્ષપ્રશ્ન છે?? આમ તો પેટ્રોલ અને ડીઝલ પર જ્યારે પણ ભાવ વધારો થાય એટલે ટ્રાન્સપોર્ટેશન થતી તમામ ચીજો પર વહેલો કે મોડો ભાવવધારો થાય જ અને આમ મોંઘવારીનું વિષચક્ર સતત વધતું જાય એટલે પેટ્રોલ અને ડીઝલ પર ભાવ વધારો થાય તે દેશનાં અર્થતંત્ર માટે પણ સારું તો કેમ ગણી શકાય..
Recent Comments