fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરનાં વેપારવાણિજયને લગતાં પ્રશ્ર્નોની અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળા સાથે પત્રકાર બિપીનભાઈ પાંધીએ મુલાકાત દરમિયાન વિસ્તૃત ચર્ચા કરી..

 વેપારવાણિજયને વેગ એવાં સતત પ્રયાસ રહે, કાંટાનાં આ શહેરમાં વેપારી જગતને વ્યવસાય કરવા માટે પૂરજોશ તક મળે..   સાવરકુંડલા શહેરનાં મણીભાઈ ચોક ખાતે આવેલ અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળાની ઓફિસે સાવરકુંડલા શહેરનાં વેપાર જગતનાં પ્રશ્ર્નો અને સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવવા માટે સાવરકુંડલા શહેરનાં પ્રિન્ટ મીડિયાનાં શહેરનાં વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ મુલાકાત લીધી હતી અને સાવરકુંડલા શહેર વેપાર ક્ષેત્રે કેમ વધુ આગળ વધે અને તેના માટે કેવા પ્રયાસો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવે છે તેની વિશદ ચર્ચા પણ કરવામાં આવેલ.. આમ સાવરકુંડલા શહેરનાં ધંધા રોજગાર અંગે સાવરકુંડલા વેપારી સમાજને પડતી મુશ્કેલીઓ અંગે તેનાં નિરાકરણ માટે અવિરત પ્રયાસ કરવા અંગે પણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રાજુભાઈ શીંગાળાએ વિસ્તૃત જાણકારી આપી હતી.
Attachments area

Follow Me:

Related Posts