સાવરકુંડલા શહેરનાં સોમનાથ પદયાત્રા ગ્રુપ દ્વારા સોમનાથ મહાદેવનાં સાંનિધ્યે જવા પ્રસ્થાન.

છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી માત્ર સમાજ કલ્યાણર્થે અને લોકોમાં શિવભક્તિ વધે એ શુભાશય સાથે આ પવિત્ર દિવસોમા પુનિત કાર્ય કરે છે. છે ભોળાનાથની શાન પણ અનેરી,ચપટી ભભૂતમાં કૃપા વરસે કુબેર તણી , ભક્તિ શિવશક્તિ તણી અને એમાં શ્રાવણ માસની વેળા પવિત્ર ગણી. – – “પાંધી સર” આમ તો આ શ્રાવણ માસ એટલે શિવશક્તિની આરાધનાનો પવિત્ર માસ ભગવાન ભોળાનાથની ભક્તિ માટે સૌથી મહત્વનો મહિનો સમજવામાં આવે છે.છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી સાવરકુંડલા શહેરનાં શૈલેષભાઈ જોષી અને તેનાં મિત્રમંડળ સમા નવલોહિયા શિવભક્તોનું બનેલું “સોમનાથ પદયાત્રા ગ્રુપ” પ્રતિ વર્ષ સોમનાથની પદયાત્રા પૂરાં ભક્તિ ભાવ સાથે કરતાં જોવા મળે છે. આમ તો આ ગ્રુપનો આશય લોકોમાં શિવશક્તિ વધે અને સમાજ કલ્યાણ અર્થે ખૂબ જ નિર્મળ ભાવથી કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે અપેક્ષા વગર માત્ર સમગ્ર જીવનુ કલ્યાણ થાય અને આપણી સંસ્કૃતિનું જતન થાય તેવાં શુભ આશયથી શિવભક્તોનો સમૂહ દ્વારા આજ રોજ અહીં સાવરકુંડલા શહેરથી પદયાત્રાનું શુભ પ્રસ્થાન કરવામાં આવેલ.
આમ પણ જીવનનો ખરો આનંદ તો પરમાર્થ કાજે કરેલી ભક્તિ જ આપે છે.. આમ ગણીએ તો સાવરકુંડલા એ ધર્મપ્રેમી નગરી છે. અહીંથી સોમનાથ તેમજ વીરપુર જેવાં પવિત્ર યાત્રાધામોમાં ઘણાં ગ્રુપ પદયાત્રા કરતાં જોવા મળે છે. આ વખતે આ પદયાત્રા સંઘના તમામ પદયાત્રિકો પૂર્ણ શ્રધ્ધા અને ભાવથી સોમનાથ મહાદેવનાં શરણમાં ભારત દેશ વિશ્વગુરુ બની અન્ય રાષ્ટ્રો માટે પ્રેરણાદાયી બનતું રહે તેવું સામર્થ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવનાં આશરે પહોંચી શિશ ઝૂકાવી પ્રાર્થના કરશે.
Recent Comments