અમરેલી

સાવરકુંડલા શહેરના કબીર ટેકરી ખાતે નેત્રકેમ્પ યોજાયો. 

આજરોજ તારીખ ૨૮/૯/૨૦૨૩ ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સવારકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા   શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ઓ.પી. ડી. માં ૧૦૭ દદીઁઓએ  લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન  માટે ૨૯  દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનુ દિપ પ્રાગટય કબિર ટેકરીનાં મહંત શ્રી નારાયણ સાહેબ લાયન્સ કલબ ઓફ અમરેલી  સિટી માંથી લાયન્સ કલબ પ્રમુખ કિશોર શીરોયા  તથા અશ્વિનભાઇ  ડોડિયા સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ,  જગદીશભાઈ જેઠવા જિતેનભાઇ હેલૈયા, તથા  પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી  હિંમતભાઈ કાછડીયા તથા કબીર ટેકરીના સ્વયંમ સેવકો  વગેરે સેવા આપી હતી… આ કેમ્પ દર મહિના ના ચોથા ગુરુવારે છેલ્લા બાર  વર્ષથી યોજાય છે

Related Posts