સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિહ ગોહિલ દ્વારા સંબંધિત વિભાગમાં રજૂઆત કરવામાં આવી. સાવરકુંડલા શહેરના ખોડીયાર ચોક થી હાથસણી ગામ સુધીનો પેવર રોડ જે માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત હસ્તકનો છે તે રોડ સાવ જર્જરીત થઈ ગયેલ હોય, ઠેર ઠેર મોટા ગામડાઓ પડી ગયેલ છે જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને અવારનવાર નાના-મોટા અકસ્માતોના બનાવ બને છે, આ રોડમા હરહમેશ ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોય લોકોને પારાવર મુશ્કેલીનો અનુભવ કરવો પડે છે, આ બાબતે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરાને લેખિતમાં આ રોડ તાત્કાલિક રીપેર કરવા સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.
સાવરકુંડલા શહેરના ખોડીયાર ચોકથી હાથસણી ગામ સુધીનો રોડ જર્જરીત હોય રીપેર કરવા રજૂઆત કરવામાં આવી

Recent Comments