સાવરકુંડલા શહેરના છેવડા ના ઝુંપદીપટ્ટી માં રહેતા વિદ્યાર્થીઓને ચાંદીપુરા વાયરસ અને આરોગ્ય વિશે શિક્ષણ તથા જાગૃતિ આપવામાં આવી તથા બાળકોનું સ્ક્રીનિગ કરવામાં આવ્યું.
સાવરકુંડલા શહેરના હાથસણી રોડ ખાતે છેવડા ના વિસ્તારોના અને ઝૂંપડપટ્ટી માં રહેતા વિદ્યાર્થી ઓને અમરેલી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોશી, ડો. સાલવી તથા ક્યુ.એમ.ઓ. ડો. આર.કે. જાટ તાલુકા હેલ્થ ઓફિસર ડો. મીના, અર્બન હેલ્થ ઓફીસરના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા રોગ વિશે ઝૂંપડપટ્ટી ના બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું તથા તમામ બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા સુપર વાઇઝર સંજયભાઈ મહેતા નોડલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃતભાઈ ચૌહાણ, ડોકટર યોગીભાઈ કારેણા દ્વારા તમામ બાળકોને ચાંદીપુરા રોગ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તથા આ કામગીરીમાં ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ ના બહેનો ઉપસ્થિત રહેલ.
Recent Comments