સાવરકુંડલા શહેરના નેસડી રોડ ખોડિયાર નગર વિસ્તારમાં છેલ્લાં બે દિવસથી છેલ્લા બે દિવસથી રખડતાં ખૂંટિયાનો આતંક
તારીખ ૧૯-૨-૨૦૨૩ને રવિવારે બપોરેના ૧૨- ૩૦ કલાકે સાવરકુંડલા શહેરના નેસડી રોડ ખોડીયાર નગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી રેઢીયાર આખલો ( ખુંટીયો ) હડકાયો થતાં ગત રાત્રે એક વાછરડાને ઢીક મારીને મારી નાખેલ અને બે મોટરસાયકલને ભાંગી નાખેલ ત્યારે આ લોકોને ખબર પડેલ કે આ ખુંટીયો હડકાયો થયો છે અને રસ્તા ઉપર જતાં લોકો પાછળ મારવા દોડતાં આ વિસ્તારમાં લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયુ હતુ ત્યારે આ વિસ્તારના રહીશો બટુકભાઈ પ્રજાપતિ અને ભાવેશભાઈ વાઝાએ નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીને બપોરે ૧૨-૩૦. કલાકે જાણ કરીને આ વિસ્તારના લોકોને આવેલ આફત બાબતે જાણકારી આપીને વિસ્તારના લોકોને ખુટીયો હડકાયો છે તે અંગે તાત્કાલિક પગલાં લેવા જાણ કરતાં જ નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીએ તાત્કાલિક ધોરણે પોતે તેમની ટીમ સાથે નગરપાલિકાના સદસ્યો કમલેશભાઈ રાનેરા, પીયુષભાઈ મશરૂ, ભાવેશભાઈ કવા, ભુપતભાઈ પાનસુરીયાને તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તમામ લોકોને ધરમાં રહેવાની જાણકારી આપી હતી અને બધી બજારો કોર્ડન કરી હતી અને આ તાકાતવર હડકાયા ખુંટીયા ઉપર ઠંડું પાણી નાખીને પકડવાના પ્રયત્નો કરેલ પણ આ તાકાતવર ખુટીયો બે કલાકની દોડધામ કરાવી હતી પણ પકડાવો મુશ્કેલ હતો ત્યારે અંતે નગરપાલિકાના ફાયર ફાઇટર હેડ મનુભાઈ ખુમાણને નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીએ જાણ કરીને ફાયર બ્રિગેડના પાઈલોટ કોશીક ભાઈ બોરીસાગર અને ફાયરમેન રવીભાઈ જેબલીયાની સાથે સદસ્યો કમલેશભાઈ રાનેરા, પીયુષભાઈ મશરૂ, ભાવેશભાઈ કવા ભુપતભાઈ પાનસુરીયા અને સેવાભાવી યુવાનો સાથે રહી દોરડા વડે અને ફાયરબ્રિગેડ દ્વારા પાણી નાખીને ૨.૩૦ કલાકની જહેમત બાદ ખુંટીયાને દોરડે બાંધીને કબ્જે કરેલ ત્યારે ખોડીયાર નગરના લોકોએ રાહતનો શ્ર્વાસ લીધેલ આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી અને સદસ્યોની ટીમને ખોડીયાર નગર લોકોએ અભીનંદન પાઠવ્યા હતા કે કાળા તડકામાં રવિવાર હોવા છતાં તમામ લોક પ્રતિનિધિ અને નગરપાલિકા કર્મચારીની તાત્કાલિક કાર્યવાહીથી લોકોએ તેમની આ કામગીરીને બિરદાવી હતી..
હજુ એક બીજો ખૂંટિયો પણ ચાર વાગ્યાથી શ્રીજી નગર વિસ્તારમાં આતંક મચાવે છે. હજુ પણ ઝબ્બે થયો નથી સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને તેની ટીમ પકડવા માટે સતત દોડધામ કરે છે પરંતુ હજુ ઝબ્બે નથી થયો
Recent Comments