fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના માનવમંદિરના પ. પૂ. ભક્તિરામ બાપુએ આજરોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી

આમ તો ભક્તિરામ બાપુ એટલે માનવતાના પુજારી અને એ સંબંધે સાવરકુંડલા શહેરમાં નિશુલ્ક આરોગ્ય સેવા પ્રદાન કરતી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શુભેચ્છા મુલાકાત લેતાં હોસ્પિટલ સંકુલમાં પણ એક અનોખી ચેતનાનો સંચાર થયો. આ પ્રસંગે તેમની સાથે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ કટારીયા, અશોકભાઈ કારીયા આરોગ્ય મંદિરના ડો. રત્નાકર વાણીયા તથા શહેરના પત્રકાર મિત્રો પણ સાથે રહ્યા હતાં. ભક્તિરામ બાપુએ પણ આ શુભેચ્છા મુલાકાત દરમિયાન દર્દીઓનાં હાલચાલ અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી મેળવી હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સાંત્વના અને જલ્દી સાજા થઈ સસ્મિત ઘરે પરત ફરે એવી શુભકામનાઓ પણ  પાઠવી હતી આ પ્રસંગે પૂ. ભક્તિરામ બાપુ કે જે માનવમંદિર ખાતે અનેક મનોરોગી બહેનોની સારસંભાળ એક પિતાતુલ્ય માફક રાખે છે.

તેમણે પણ આ હોસ્પિટલની આરોગ્ય લક્ષી સેવાઓ અને તે પણ નિશુલ્ક અને વળી શ્રેષ્ઠ કક્ષાની પ્રત્યક્ષ નિહાળી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને આવી બેનમૂન નિશુલ્ક આરોગ્ય સેવાને બિરદાવી હતી અને આ પ્રસંગે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  હવે જ્યારે ખાનપાન અને રહેણીકરણીને હિસાબે લોકોના આરોગ્ય દિનપ્રતિદિન કથળતાં જોવા મળે છે એવી પરિસ્થિતિમાં આ આરોગ્ય મંદિર ખારા રણમાં મીઠી વીરડી સમાન હોય તેવું પ્રતિપાદિત થાય છે અને સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોનું એ સદ્ભાગ્ય ગણાય કે મોટા મોટા મેટ્રોપોલિટન સિટીમાં કોર્પોરેટ હોસ્પિટલોમાં મળતી મોંઘી દાટ આરોગ્ય સેવાઓને પણ ટક્કર મારતી આરોગ્ય સેવા અહીં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા અને તમામ ટ્રસ્ટીગણની અવિરત સેવાભાવનાથી સાવરકુંડલાને આંગણે આજે નિશુલ્ક ધોરણે પ્રદાન કરવામાં આવી રહી છે

એ બાબતે  પૂ. ભક્તિરામ બાપુએ તમામ ટ્રસ્ટી ગણ, તબીબી સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સિક્યોરિટી કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ તથા વહીવટી સ્ટાફની કાર્ય નિષ્ઠાને પણ બિરદાવી હતી અને સાવરકુંડલા શહેરી નગરજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં ગ્રામ્યવાસીઓ પ્રત્યેક ઘર દીઠ પ્રતિદિન એક રૂપિયો આ સંસ્થાના શુભકાર્યમાં અનુદાન પેટે ફાળવે તો એ અનુદાન પણ સોનામાં સુગંધ ભળે તેમ સોટકા લેખે લાગે  તેવો અનુરોધ પણ કર્યો હતો. અંતમા પૂ. ભક્તિરામ બાપુએ સંસ્થા દિનપ્રતિદિન દર્દીનારાયણની સેવામાં અગ્રેસર રહે તેવી શુભ  ભાવના વ્યક્ત કરી હતી. આમ તો લોકો મંદિરોમાં અઢળક દાન આપતાં હોય છે પરંતુ જો આવી માનવસેવાની આરોગ્યલક્ષી નિશુલ્ક સેવા પ્રદાન કરતી સંસ્થાઓમાં દાન આપે તો પણ સામાજિક દાયિત્વની એક અનોખી ભેટ જ ગણાશે. સંપત્તિ સત્કર્મ અર્થે વપરાય એ જ જીવનની સાચી સમજ છે. બાકી અહીં સઘળું નાશવંત છે અંતમાં કિસીકો બૂરે વક્તમેં કામ આ સકે યહીં તો જીંદગી કા સચ્ચા મકસદ હૈં

Follow Me:

Related Posts