સાવરકુંડલા શહેરના શિક્ષિકા રેખાબેન એન પરમારની ઔદાર્યની ભાવનાને બિરદાવતો શૈક્ષણિક સ્ટાફ તથા એસએમસી.
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે માં ટુકડામાંથી ટુકડો આપવાના શૈક્ષણિક અભિગમને ચરિતાર્થ કરતાં ધોરણ આઠના વર્ગ શિક્ષકા રેખાબેન એન. પરમાર.. તેણી દ્વારા ધોરણ આઠની શાળાએ આવતી તમામને દીકરીઓને સ્ટીલની સુંદર મજાની ડીશ સપ્રેમ ભેટ તરીકે આપીને પોતાના ઔદાર્યનો પરિચય આપ્યો. આવી ભાવનાઓ વિદ્યાર્થીનીઓમાં વિકસિત કરવા માટે માત્ર વાતો નહીં પરંતુ અમલીકરણ જરૂરી છે. સામાજિક સમરસતા અને સૌહાર્દ માટે આ પ્રેરક ઉદાહરણ ગણી શકાય. આપણા દેશના ઉજ્જ્વળ ભવિષ્ય સમા વિદ્યાર્થીનીઓને કશું આપશું તો ભવિષ્યમાં એનામાં પણ આપવાની ભાવના કેળવાશે એ વાત પણ નોંધનીય છે. વિદ્યા જગતમા આવું સુંદર અને પ્રેરક ઉદાહરણ પૂરું પાડવા બદલ રેખાબેન એન પરમારને સમગ્ર શાળા કર્મચારીગણ, એસએમસી કમિટી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા એમ શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
Recent Comments