અમરેલી

સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર રોડની બંને બાજુ ફૂટપાથ કરવા તથા વૃક્ષારોપણ કરવા તેમજ જાહેર સરકારી જગ્યા કે કોમન પ્લોટમાં સિનિયર સિટીઝન પાર્ક અને બાળકો માટે ક્રિડાંગણ બનાવવા માટે તથા રસ્તા પર સ્પીડ બ્રેકરની વ્યવસ્થા કરવા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી તથા અમરેલી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ સમક્ષ સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં રહેવાસીઓ તથા તમામ નગરસેવકોની  લેખિત રજૂઆત.

-આમ તો સાવરકુંડલા શહેરનો હાથસણી રોડ એટલે લગભગ વીશ હજારની વસ્તી ધરાવતો વિસ્તાર આ રોડ પર જ સાવરકુંડલા શહેરનું ખ્યાતનામ માનવમંદિર તથા શિવદરબાર આશ્રમ કાનાતળાવ આવેલાં છે. આ રોડ પર સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાંથી આ સંસ્થાની મુલાકાત લેવા અનેક વ્યક્તિઓ આવે છે. આ રોડ આમ તો સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. એટલે ખાસકરીને આ વિસ્તારના બાળકો, સિનિયર સિટીઝન સમેત શહેરના અનેક લોકો આ રોડ પર સાંધ્ય વોકિંગ અને પ્રભાત વોકિંગમાં નિકળતાં હોય છે એટલે આ વિસ્તારમાં અનેક વાહનો પસાર થતાં હોય એટલે પગપાળા જતા લોકોને મુશ્કેલી ખૂબ પડે છે અને અવારનવાર અકસ્માતો થવાનો ભય રહે છે એને ધ્યાનમાં રાખીને આ રોડની બંને બાજુ પેવિંગ બ્લોકથી  ફૂટપાથ બનાવવામાં આવે તો રાહદારીઓને થોડી સરળતા રહે. આજનું બાળપણ હવે ડીઝીટલ હાઈટેક યુગમાં વિડિયો ગેમ, કોમ્પ્યુટર કે મોબાઈલ સામે સતત બેસી રહે છે. જો આવી ને આવી પરિસ્થિતિ રહી તો દેશનુ યુવા ધન પણ નિર્માલ્ય થઈ જવાની સંભાવના સેવાઈ રહી છે. એટલે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ અને સ્વસ્થતા માટે મેદાની રમતો કે થોડી શારીરિક કસરત થાય તેવા સાધનો અર્થાત્ બાળક્રિડાંગણ જેવી વ્યવસ્થા અને સિનિયર સિટીઝન પાર્ક બને તે માટે સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં નગરસેવકો સમેત આ વિસ્તારના રહીશોએ સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી, અમરેલી જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન તથા અમરેલી સાંસદ, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ, તથા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાને  લેખિત રજૂઆત કરી છે. આ વિસ્તારમાં આવી વ્યવસ્થાની સખત જરૂર હોય તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે આ કાર્ય પૂર્ણ કરવા  લેખિત રજૂઆત કરી છે.

Related Posts