અમરેલી

સાવરકુંડલા શહેરની કે. કે. હાઈસ્કૂલમાં શહીદ દિનની  ઉજવણી કરવામાં આવેલ

સાવરકુંડલા શહેરમાં આવેલ કે. કે. હાઈસ્કૂલમાં શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા ભગતસિંહની છબીને હારમાળા પહેરાવવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના શિક્ષકશ્રી અમિતભાઈ મકવાણા, ઇલાબેન દાફડા, જાગૃતિબેન મહેતા, સલીમભાઈ, કિશોરભાઈ, મહેશભાઈ અને શમાબેને પુષ્પો અર્પણ કરી ઊર્મિભાવ વ્યક્ત કર્યો હતો.

તેમજ ૧૧  સાયન્સના વિદ્યાર્થીની નેન્સીબેને ગીત રજૂ કર્યું હતું. આ ઉપરાંત શાળાના શિક્ષકશ્રી ધર્મેશભાઈ સોલંકીએ ‘હે મેરે પ્યારે વતન’ એ દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું. તેમજ શાળાના શિક્ષકશ્રી હરેશભાઈ બોરીસાગરે ભગતસિંહના જીવન વિશે વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ ખડદીયાએ પોતાના વિચારોમાં ભગતસિંહના સમગ્ર જીવન વૃતાંતને રજૂ કર્યું હતું. સમગ્ર સ્ટાફ પરિવારના સહકારથી અને આચાર્યશ્રી ખડદીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Related Posts