સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા નંબર એકના ધોરણ છ ના વિદ્યાર્થીઓઓને જાહેર લાઈબ્રેરીની મુલાકાત કરાવવામાં આવી.
તારીખ ૫-૨-૨૪ સોમવારના રોજ પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ધોરણ છ ના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષિકા બહેન શિલ્પાબેન દેસાઈ તેમજ દીપ્તિબેન ડોડીયા દ્વારા ધોરણ છ વિષય હિન્દી એકમ ‘પુસ્તક હમારી મિત્ર’ અંતર્ગત પ્રોજેક્ટ કાર્ય માટે નગરપાલિકા જાહેર લાયબ્રેરીની મુલાકાત કરાવવામાં આવી. લાઇબ્રેરીયન જયસુખગીરી ગૌસ્વામી દ્વારા બાળકોને પુસ્તકાલયના વિવિધ વિભાગો અંગે પરિચય કરાવવામાં આવ્યો. લાઇબ્રેરીમાં વાંચન અર્થે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો સાથે બેસીને શાળાના બાળકો એ પણ ૩૦મિનિટ સુધી બાલવાર્તાના પુસ્તકો વાંચવાનો આનંદ માણો વિવિધ પુસ્તકો અંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લાઇબ્રેરીયનશ્રીને પ્રશ્નો પૂછવામાં આવ્યા .બાળકોની આ પુસ્તકાલય મુલાકાત ખૂબ જ્ઞાન સભર રહી. લાઇબ્રેરીયન શ્રી જયસુખભાઈ દ્વારા બાળકોને ચોકલેટ ખવડાવી મો મીઠું કરાવવામાં આવ્યું .જેનાથી બાળકો ખુબ રાજી થયા.શિલ્પાબેન દ્વારા વિદ્યાર્થી જીવનમાં વાંચનનું મહત્વ બાળકોને સમજાવવામાં આવ્યું.દીપ્તિબેન દ્વારા પુસ્તક પરિચય કરાવવામાં આવ્યો.આમ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પુસ્તકાલયની શૈક્ષણિક મુલાકાત સંપન્ન થઈ.
Recent Comments