સાવરકુંડલા શહેરમાં આજે સવારે સાડાસાત વાગ્યે પણ વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું.. ઠંડીનું પ્રમાણ પણ જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ વધવાનું શરૂ થયું. ઠંડા પવનો સાથે કભી ધૂપ કભી છાઁવ જેવો માહોલ સર્જાયેલો જોવા મળેલ. આમ એક તરફ આકાશ વાદળછાયું તો વળી થોડા સમય સૂર્ય નારાયણ ડોકું કાઢતાં જોવા મળેલ. ટૂંકમાં આ ઋતુને શું નામ આપવું? એ અવઢવ સર્જાઈ છે…!! અંતમાં પેલા હિન્દી ફિલ્મના ગીતની કડી દ્વારા પર્યાવરણનાં બદલતાં પરિપેક્ષમાં માનવજીવન દર્શનનો સંદેશ તો નહીં હોય ને? “ઇન્સાન કે જીવન કા બસ ઇતના સા ફસાના હૈં, એક ધૂંન્દ સે આના હૈં એક ધૂંન્દ મેં જાના હૈ.!” અંતે તો શૂન્ય થઈને શૂન્યાકાર થવાની આ પ્રક્રિયામાં સામેલ થવા માટેની આ સઘળી કશ્મકશ તો નથી’ને?
સાવરકુંડલા શહેરનું આજનું પ્રભાત..

Recent Comments