અમરેલી

સાવરકુંડલા શહેરનુ એક સોનેરી શમણું એટલે નવલગંગા રીવર ફ્રન્ટ. આ સમણાંને  સાકાર કરવા કમર કસતાં ધારાસભ્ય કસવાળા. 

છેલ્લા ઘણા વર્ષોથી જેના માટે લોકો ચાતક નયને ઇંતેજાર કરતા હતાં તે નવલગંગાને પુનઃ વહેતી કરવાનો ભગીરથ પ્રયાસ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા થઈ રહ્યો છે. અને તેના ફલસ્વરૂપ સરકારમાં રજૂઆત કરી અને સાવરકુંડલાના શહેરની મધ્યમાં આવેલ નાવલી નદીને ફરી ખળખળતી કરવા અંગે જ્યારે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ કમર કસી છે ત્યારે.સાવરકુંડલાના નગરજનો પણ એ વહેતી નવલગંગાને કાંઠે શહેરનો ગૌરવંતો ઈતિહાસ વાગોળવાનું શમણું સાકાર થશે એ સંદર્ભે સાવરકુંડલામાંથી નીકળતી નાવલી નદીને નવલગંગામાં પરિવર્તિત કરવાની નેમને સાર્થક કરી નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની પ્રતિબદ્ધતા અહીં સ્પષ્ટ જોઈ શકાય છે.

સતત વ્યસ્ત સમયમાં પણ ગતરોજ આ અંગે સમય ફાળવીને આ રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ સંદર્ભે અમરેલી તેમજ ભાવનગરની ટીમ સાથે સુકનેરા ડેમથી લઈ છેક ખાતરવાડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા નદીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું. આ અંગે તલસ્પર્શી અભ્યાસ પણ થયો. આ દરમિયાન પ્રોજેક્ટ મેનેજર  ગોવિંદભાઈ પટેલ,  ભાવેશભાઈ ખેતાણી,  સુભાષસિંહ સરવૈયા,  હિમાંશુભાઈ, શહેર ભાજપ પ્રમુખ  પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ  જીવનભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ  શરદભાઈ પંડ્યા, નગરપાલીકા  પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી નગરપાલિકા કા. ચેરમેન અશોકભાઈ ચૌહાણ, નગરપાલિકાના ઈજનેર તેમજ સંગઠનના કાર્યકર્તાઓ સાથે રહી કામગીરીને ગતિ આપી.બસ હવે થોડો ઇંતેજાર.. એ નાવલી નવલગંગામાં પરિવર્તિત થઈ ખળખળ વહેતી થશે એ દિવસો હવે દૂર નથી..

Related Posts