સાવરકુંડલા શહેરનુ શ્રીજી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ એટલે સેવાકીય ક્ષેત્રે અનોખી ઓળખ.
સાવરકુંડલામાં આવેલ શ્રીજી ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ કે જે સાવરકુંડલા શહેરમાં અશક્ત વૃદ્ધ રખડતી ભટકતી ગૌમાતાની સેવામાં સદા અગ્રેસર છે. આ સંસ્થા દ્વારા ૨૧ વર્ષ પૂર્ણ થતા શિયાળાની કડકડતી ઠંડીના સમયમાં શહેરના છેવાડાના જરૂરિયાત મંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરી ઠંડીમાં પણ જરૂરિયાત મંદોને હૂંફ મળી રહે તેવું પ્રેરણાદાય કાર્ય શ્રીજી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત સંસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણ ઉપર રખડતી વૃદ્ધ અશક્ત ગૌમાતાની ઘૂઘરી ખાવાથી જે આફરો ચડે તેનાથી બચવા માટે આ વખતે ૧૫૦૦ કીટો બુંદીના લાડવા આયુર્વેદિક દવા નાખી બનાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. સંસ્થાની ૨૧ વર્ષની નોંધપાત્ર સિદ્ધિમાં
૧૫ ડિસેમ્બર ૨૦૨૨થી દરરોજ વહેલી સવારે ગૌ માતાને લીલો ઘાસચારો નિરવાનું સેવાકાર્ય આજ દિન સુધી એક પણ દિવસ ચૂક્યા વગર આ કાર્ય શરૂ છે. ૨૦૧૫માં રાજુલા જાફરાબાદ પંથકમાં અતિવૃષ્ટિ થતાં તે સમયે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ઘાસચારાની તંગી થતા ગૌમાતાને ઘરે ઘરે જઈને ઘાસચારો નિરવામાં આવેલ. કોરોના સમય દરમિયાન બાળકો માટે લગભગ અલગ અલગ ૧૮૦૦ જેટલી નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવે. લંપી મહામારીમાં પણ શહેરની અનેક ગૌમાતાને રસિકરણ કરવામાં આ સંસ્થાએ અગ્ર ભાગ ભજવ્યો હતો. થોડા સમય પહેલાં બાઢડા ખાતે રેલવે ટ્રેક પર રેલવે અકસ્માત દરમિયાન મૃત્યુ પામેલ ગાયોના મૃતદેહને એ રેલવે ટ્રેક પરથી ખસેડવાની કામગીરીમાં પણ આ સંસ્થાનો મહત્વનો સહયોગ રહ્યો હતો. વળી છેલ્લા આઠ વર્ષથી ઉતરાયણના બીજા દિવસે ગુંદીના આયુર્વેદિક દવા નાખી ગૌમાતાને લાડવા ખવડાવવામાં આવે છે.આમ શ્રીજી ગૌસેવા ટ્રસ્ટ એ સેવા એ જ સાધનાનું સૂત્ર ચરિતાર્થ કરી શહેરમાં સેવા ક્ષેત્રે આગવુ પ્રદાન કરતી સંસ્થાની હરોળમાં સ્થાન પામે છે.
Recent Comments