અમરેલી

સાવરકુંડલા શહેરને નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવેલ પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝૂંબેશને અને સ્વચ્છતા અભિયાનને શહેરના તમામ ક્ષેત્રોના લોકો તરફથી ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે

સ્વચ્છતાના સંકલ્પને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે સાવરકુંડલા શહેરમાં એક અનોખી ઝૂંબેશ. સાવરકુંડલા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેની ઝૂંબેશ વેગવાન બની. સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સાવરકુંડલા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝૂંબેશ  વેગવાન બની. દિવાળીના તહેવારો પૂર્ણ થયાં ફરી લોકો પોતાના રોજીંદા કામમાં વ્યસ્ત થયાં એવી વેળાએ હવે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સાવરકુંડલા શહેરને સ્વચ્છ રળિયામણું બનાવવા માટે પ્લાસ્ટિક મુકત સાવરકુંડલા અભિયાનને વેગવાન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા લોકોને પ્લાસ્ટિક મુક્ત સાવરકુંડલા આ અભિયાનને સમર્થન આપવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. સાથો સાથ શહેરના તમામ ક્ષેત્રોના લોકો તરફથી આ ઝૂંબેશને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. વિશેષમાં સાવરકુંડલા શહેરને પર્યાવરણીય દ્રષ્ટિએ રળિયામણું બનાવવા માટે સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રે આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડિઝીટલ ન્યૂઝ સતત અગ્રેસર રહે છે અને અગ્રેસર રહેશે. એવી પ્રતિબધ્ધતા દર્શાવી છે

Follow Me:

Related Posts