સાવરકુંડલા શહેરને વર્ષો પછી કોઈ એવા ધારાસભ્ય મળ્યા કે જેણે પોતાના કાર્યકાળનો હિસાબ જાહેર જનતા સમક્ષ રજૂ કર્યો
સાવરકુંડલા શહેર હવે ભારે ટ્રાફિકથી મુક્ત થશે… આજરોજ સાવરકુંડલા શહેરમાંથી પસાર થતો પીપાવાવ રાજુલા નેશનલ હાઈવે બાયપાસનું માનનીય કેન્દ્રીય મંત્રી રૂપાલા ના હસ્તે સાસંદ શ્રી નારણભાઈ કાછડીયા, મહેશભાઈ કસવાલા, કૌશિકભાઈ વેકરીયા, હીરાભાઈ સોલંકી, ભાજપના હોદ્દેદારો ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું.. સાવરકુંડલા શહેરનો વર્ષો જૂનો બાયપાસના પ્રાણપ્રશ્ર્નનો અંતે ઉકેલ આવ્યો. ખાસ વિશિષ્ટ ઘટના એ બની કે સાવરકુંડલા શહેરના લોકોએ પહેલી વખત પોતાના જીવનના સમયાવધિમાં કોઈ ધારાસભ્યને તેના કાર્યોનાં હિસાબ આપતાં જોયાં.
હવે નવયુગના સાચા મંડાણ થયાં.. સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનતા હવે કોઈ નહીં રોકી શકે.. હા, સાવરકુંડલા શહેરની નાવલી નદી પર રીવર ફ્રન્ટની યોજના પણ સાકાર થશે એ દિવસો પણ હવે દુર નથી. આમ યુધ્ધના ધોરણે અંગત રસ લઇને સાંસદ અને ધારાસભ્ય દ્વારા વિવિધ વિભાગનું સંકલન કરીને આ બાયપાસનું સપનું સાકાર થયું. સાવરકુંડલા નગરવાસીઓને હવે ભારેખમ વાહનોની શહેરમાંથી પસાર થતી અવરજવરમાંથી મુક્તિ મળી.
આમ ગણીએ તો પ્રશ્ર્ન પેચીદા હતાં.. સ્ટેટ હાઈવે માંથી નેશનલ હાઈવે ઓથોરિટી રેલવે વિભાગ અને સંકલન જમીન સંપાદન જેવી પેચીદી બારીકાઈ હતી પરંતુ સાંસદ અને ધારાસભ્યની જુગલબંધીએ આ બાયપાસની તમામ અડચણો વહીવટી કુશળતા દ્વારા દૂર કરી અને અંતે બાયપાસ પૂર્ણ થયો અને આજે લોકાર્પણ થયું. આ તમામ કાર્યવાહી માટે અથાગ મહેનત કરનારનો સાવરકુંડલા શહેર હંમેશને માટે ઋણી રહેશે એવું બુધ્ધિજીવીમાં ચર્ચાય રહ્યું છે.
Recent Comments