fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરનો ઉનાળો બળબળતો અને ધોમધખતું,લોકો ગરમીથી ત્રસ્ત

સાવરકુંડલા શહેરમાં બળબળતાં ધોમધખતા ઉનાળાથી લોકો ત્રાહિમામ.. મુંગા અને અબોલ પશુ પક્ષીઓનાં આશ્રય સ્થાન ક્યાં? આવાં  ધોમધખતા તાપમાનમાં લોકો પણ બપોરના સુમારે જવલ્લેજ બહાર નીકળતા જોવા મળ્યાં. બપોરે ૨ થી ૪ તો જાણે કર્ફ્યુ જેવું વાતાવરણ હોય તેવો માહોલ સર્જાયો. લોકો પોતાના ઘર કે ઓફિસમાં પંખા, એ.સી. કે એરકુલર જેવાં ઈલેકટ્રીક ઉપકરણો દ્વારા ગરમીથી રાહત મેળવતાં જોવા મળેલ. તરબૂચ, શેરડીનો રસ, ઠંડાપીણા, લચ્છી, આઈસક્રીમ, નાળિયેર પાણીના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો. ઘરેથી બહાર નીકળવું જરૂરી હોય તેવા લોકો ચશ્મા, ટોપી કે માથે ઠંડા પાણીથી ભીનો કરેલ રૂમાલ બાંધીને નીકળતા જોવા મળેલ


ખાસકરીને બપોરના ૨ થી ૪ તો કોઈ હાથલારીવાળા પણ શાંતિથી કોઈ વૃક્ષ કે કોઈ ઓફિસ દુકાનને છાયડે બેસી ગરમીનો પ્રભાવ ઓછો થવાની રાહ જોતા બેઠાં હતાં. ખાસકરીને મુંગા પશુ  પક્ષી પણ કોઈ છાપડાંની શોધમાં ખૂણે ખાંચરે આશ્રય લેતાં જોવા મળેલ. હા, હવામાન વિભાગ દ્વારા તો ગરમીથી બચવા માટે લોકોએ કાળજી લેવા તાકીદ કરી હતી. આમ હાલ ચાર વાગવાનો સમય હોવા છતાં સાવરકુંડલા શહેરમા તાપમાનનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચેલ જોવા મળે છે. ખાસકરીને ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં વસતાં લોકોની શી સ્થિતિ હશે એ તો ભગવાન જાણે.! એકંદરે ઉનાળાએ એનું અસલી સ્વરૂપ ધારણ કરેલું જોવા મળે છે

Follow Me:

Related Posts