અમરેલી

સાવરકુંડલા શહેરમાં અનેકવાર રજૂઆતો બાદ પાલીકા તંત્ર દ્વારા શહેરમાં ડીડીટીનો છંટકાવ કરી ફોગીંગ મશીનની કામગીરી કરવામાં આવી

સાવરકુંડલા નગરપાલિકાના સદસ્યો તેમજ પાલિકાના પદાધિકારીઓને શહેરીજનો દ્વારા અવાર નવાર રજૂઆતો તેમજ પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજૂઆતો બાદ સાવરકુંડલા શહેરના અમુક વિસ્તારોમાં ડીડીટી અને ફોગીંગ મશીનની કામગીરી કરવામાં આવી હતી. હાલના ચોમાસાના વાદળિયા વાતાવરણ અને વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ અંકુશમાં રહે તે માટે પાલિકા દ્વારા ફોગીંગ મશીનથી દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી શહેરીજનોમાં પણ થોડી રાહત મળી જોવા મળી હતી. પાલિકામાં આ બાબતે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો બાદ શહેરીજનોના સ્વાસ્થ્ય સંબંધી ચિંતાનો પાલિકા તંત્ર દ્વારા હકારાત્મક પ્રતિસાદ રાખી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હાલ ચોમાસાની ઋતુ હોય સતત વાદળિયું વાતાવરણ હોય વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોય મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત હોય એ સંદર્ભમાં સમગ્ર શહેરમાં નગરપાલિકા દ્વારા હેલ્થ સેનિટેશન કામગીરી જેવીકે ડીડીટી છંટકાવ અને ફોગીંગ મશીનથી કામગીરી હાથ ધરાવવામાં આવી હતી. સાવરકુંડલા શહેરમાં હાલ તાવ, શરદી અને મચ્છર જન્ય રોગો તેમજ આંખોના રોગના કેસો વધતા જાય છે અને શહેરીજનોમાં બીમારીઓ ફેલાઈ રહી છે જેથી પાલિકા તંત્રએ આંખ ઉઘાડી ફોગીંગ મશીન અને ડીડીટીનો છટકાવ અમુક વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યો છે. 

Related Posts