fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં અમરેલી રોડ એસ્સાર પંપ સામે કાંટાના કારખાનામાં ભીષણ આગ સાવરકુંડલા શહેરમાં

સાવરકુંડલા શહેરમાં આજરોજ સવારે ૬-૩૦ કલાકે અમરેલી રોડ એસ્સાર પંપ સામે કાંટાના કારખાનામાં ભીષણ આગ લાગતાં ઘટના સ્થળે સાવરકુંડલા નગરપાલિકા ફાયર ફાઇટર સાથે સેનીટેશન ચેરમેન શ્રી હેમાંગ ગઢીયા લાઈટ વિભાગના ચેરમેન ભાવેશભાઈ કવા અને નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન અશોકભાઈ ચૌહાણ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી. આ ઉપરાંત પણ શહેરના વિવિધ વિસ્તારોમાં નાની મોટી આગ લાગવાની ઘટનાઓ બનતાં સાવરકુંડલા ફાયર વિભાગની ટીમ બન્ને ફાયર ફાઇટર સાથે પહોંચી આગને કાબુમાં લઈને પોતાની કામગીરી સુપેરે બજાવતાં જોવા મળેલસાવરકુંડલા શહેરમાં આજ સવારે તારીખ ૧૩-૧૧-૨૩ સવારના ૬-૩૦. કલાકે અમરેલી રોડ એસ્સાર પંપ સામે કાંટાના કારખાનામાં ભીષણ આગ લાગતાં સાવરકુંડલા ફાયર ફાઇટર સાથે સેનીટેશન ચેરમેન શ્રી હેમાંગ ગઢીયા,લાઈટ વિભાગના ચેરમેન ભાવેશભાઈ કવા ,નગરપાલિકા ચેરમેન અશોકભાઈ ચૌહાણ તેમજ ફાયર વિભાગની ટીમ બન્ને ફાયર ફાઇટર સાથે જયરાજભાઈ ,કૌશિકભાઈ ,અજીતભાઈ, રવિભાઈ, પ્રદીપભાઈ  તાત્કાલિક પહોંચીને આગને કાબૂમાં કરવાનું ચાલુ કર્યું.

અમરેલી ફાયર વિભાગના શ્રી ગઢવી સાહેબ  પણ પોતાની ટીમ સાથે આગને કાબૂ કરવામાં  હાજરઅંતે આગને કાબુ કરવાની અથાગ જહેમત બાદ અંતે નવ વાગ્યે આગ કાબુમાં આવી ગઈ. હાલ સાવરકુંડલા શહેર ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રીવેદીના માર્ગદર્શન નીચે સેનિટેશન વિભાગના ચેરમેન હેમાંગ ગઢીયા તેમજ તેની સમગ્ર ટીમ સફાઈ તેમજ આગ જેવી ઘટનાઓને કાબૂમાં લેવા માટે સાવરકુંડલા ફાયર બ્રિગેડની ટીમ સાથે રાતદિવસ જોયા વગર સતત કાર્યરત જોવા મળે છે. આમ તો દિવાળીનું  પર્વ લોકો મોટેભાગે પોતાના મિત્રો અને પરિવારજનો સાથે મનાવતાં હોય છે. પરંતુ ફાયર વિભાગના કર્મચારીઓ પણ આ દિવાળી એક ફૌજીની માફક પોતાની ફરજ બજાવતાં જોવા મળેલ છે. ફાયર વિભાગના તમામ કર્મચારીઓ આ દિવાળી દરમિયાન ખડેપગે પોતાની ફરજ બજલતાં જોવા મળેલ. સાવરકુંડલા શહેરમા આ દિવાળીના દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં નાની મોટી આગ લાગી હતી જે નીચે મુજબ છે. જેને નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓએ બુઝવતાં જોવા મળેલ દેવળા ગેટ પાસે આવેલ એક ખુલ્લા પ્લોટમાં આગ લાગેલી કેવડાપરા નાવલી નદીના કાંઠેમાધવાણીની વાડી શિવાજી નગરમેલડી ચોક આંગણવાડી પાસેસર્વોદય નગર ખુલ્લા પ્લોટમાં)કન્યા શાળા મણીભાઈ ચોકમાંગાયત્રી મંદિર પાસે નદીના કાંઠેગાંધી ચોકથી જયશ્રી ટોકીઝ રોડમાં એક મકાનમાં આગ લાગેલીગર્લ્સ હાઇસ્કુલ પાસે કન્યા છાત્રાલય પાછળકેવડાપરા વિસ્તાર ભરતભાઈ દેવશીભાઈ વાળાના મકાનમાં પાછળની સાઈડ બાવળની કાંટમાં આગ લાગેલ હતીકંડોળીયા શેરી મકાનમાં આગ લાગેલીમુકેશભાઈ વૈભવ ફરસાણ વાળાના ઘર પાસે પંડ્યા શેરીઅમરેલી રોડ એસ આર પંપની સામે અનિલભાઈ ભગવાનજીભાઈ ચુડાસમાના કારખાનામાં આગ લાગેલજેસર રોડ ૧૦  માળીયા પાસે ખુલ્લા પ્લોટમાં આગ લાગેલ નદી બજાર ટાવર પાસે એક ફોરવીલમાં આગ લાગેલી.

આમ નાનીમોટી થઈને આ દિવાળી પર્વ દરમિયાન પંદરેક જેટલી આગ લાગવાની  ઘટનાઓ બની હતી. જેને સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડના કર્મચારીઓ, મનુભાઈ ખુમાણ, જયરાજભાઇ ખુમાણ, અજીતભાઈ ખુમાણ, કૌશિકભાઇ બોરીસાગર, પ્રદીપભાઈ ખુમાણ, રવિરાજભાઈ જેબલિયા ખડેપગે ઉપસ્થિત રહીને સેનિટેશન ચેરમેન હેમાંગ ગઢીયાના માર્ગદર્શન હેઠળ આગને કાબુમાં લેવાની કામગીરી બજાવી હતી. જો કે આ આગ લાગવાની ઘટનાઓ દરમિયાન કોઈ જાનહાની  થઈ નથી એ સુખદ બાબત છે.

Follow Me:

Related Posts