સાવરકુંડલા શહેરમાં આગામી નવરાત્રિ પર્વ પર સાવરકુંડલા શહેરમાં લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે શ્રી લોહાણા મહાજન સાવરકુંડલા પ્રેરિત વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટ આયોજિત રઘુવંશી સમાજના પરિવારો માટે તેરમો રઘુકુળ નવરાત્રિ મહોત્સવ યોજાશે.
માઁ ની આરાધના ઉપાસના અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં માઁ ના ગુણલાં ગાવા માટે શ્રેષ્ઠ વાતાવરણ પ્રદાન કરતાં શ્રી વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરી. આમ તો હવે શ્રાધ્ધ પક્ષ પૂર્ણ થવાને માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યાં છે. માઁ ની ઉપાસના અને શક્તિ ભક્તિનું પર્વ નવલાં નવરાત્રિ હવે ખૂબ ઢુકડું છે ત્યારે સાવરકુંડલા શહેરમાં પણ હવે આ નવલાં નોરતાંનું સ્વાગત કરવા થનગની રહ્યું છે
ત્યારે સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલામાં સેવાકીય ક્ષેત્રે અગ્રેસર એવી વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટ દ્વારા રઘુવંશી સમાજના પરિવાર માઁ નું આ પર્વ ખૂબ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવી શકે એ અર્થે આપણી પ્રાચીન પરંપરાને અર્વાચીન સ્વરૂપે સાકાર કરવાના હેતુથી સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તારીખ ૧૫ ઓક્ટોબર થી તારીખ ૨૪ ઓક્ટોબર દશેરા સુધી દર વર્ષની માફક આ વર્ષે પણ તેરમો રઘુકુળ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
આમ તો રઘુવંશી સમાજના મુરબ્બીઓ અને વડીલોની ઉપસ્થિતિમાં રઘુવંશી જ્ઞાાતિના બહેન દિકરીઓ માતાઓ સંતાનો લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે માઁ ભગવતીની ભક્તિ અને નવલાં નોરતાની ઉજવણી રસ ગરબા સાથે કરે અને માઁ ભગવતીને રાજી કરવાનો પ્રયાસ કરે એ ઉદ્દેશથી જ વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટ દ્વારા આ આયોજન થાય છે
તેમ સંસ્થાના પ્રમુખ શ્રી હિતેશભાઈ સરૈયા દ્વારા એક યાદીમાં જણાવાયું જોવા મળેલ. તારીખ ૧૫-૧૦-૨૦૨૩ ને રાત્રે દસ કલાકે આ સંસ્થા દ્વારા તેરમો રઘુકુળ નવરાત્રિ મહોત્સવ અહી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે પ. પૂ. ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ કાનાતળાવ), પ. પૂ. જ્યોતિર્મયી માં (સનાતન આશ્રમ – બાઢડા) પ. પૂ. ભક્તિરામ બાપુ (માનવમંદિર સાવરકુંડલા), પ. પૂ. રમુદાદા (શ્રી જલારામ મંદિર સાવરકુંડલા), શ્રી જગદીશભાઈ માધવાણી (લોહાણા મહાજન પ્રમુખશ્રી સાવરકુંડલા) મેનેજીંગ ટ્રસ્ટીશ્રી તથા ટ્રસ્ટના તમામ સભ્યોના વરદહસ્તે દીપ પ્રાગટય વિધિ કરી મહોત્સવનો ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને પવિત્ર વાતાવરણમાં માઁ ના ગુણલાં ગાવા તથા શક્તિ ભક્તિ સાથે શુભારંભ કરવામાં આવશે
આ નવરાત્રિ દરમિયાન અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દરરોજ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલૈયાઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઈનામ પણ જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ફાઈનલમાં વિજેતા પ્રિન્સ અને પ્રિન્સેસ ખેલૈયાને સોનાનાં પેન્ડન્ટ આપવામાં આવશે. જો કે આ રઘુવંશી નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવેલ છે જેનું પ્રત્યેક ખેલૈયાએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને તો જ તે ઈનામ મેળવવા માટેની પ્રક્રિયાનો એક ભાગ બની શકશે.. આમ રઘુવંશી સમાજની એક અનોખી પરંપરા અને સંસ્કૃતિની ઓળખ સાથે રૂડાં નવલાં નોરતાંનું પર્વ ઉજવાશે. ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટેના ઇનામો પણ શહેરના રઘુવંશી સમાજના દાતાશ્રીઓ તરફથી આપવામાં આવશે.
આ રઘુકુળ નવરાત્રિ મહોત્સવના મુખ્ય સ્પોન્સર અને સહ સ્પોન્સરનું સંન્માન પણ તારીખ ૨૧ ને શનિવારે રાત્રે ૧૦ વાગ્યે અહીં લોહાણા વિદ્યાર્થી ભવનનાં કેમ્પસમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે…સાવરકુંડલા શહેરમાં અંદાજિત છસો જેટલાં પરિવારો હોય સાવરકુંડલા રઘુવંશી સમાજ માટે આ નવરાત્રિ મહોત્સવમાં માઁની ઉપાસના અને ભક્તિભાવ સાથે ગરબા રમવા માટે એક શ્રેષ્ઠ સ્થાન જ ગણાય.
ReplyReply allForward |
Recent Comments