અમરેલી

સાવરકુંડલા શહેરમાં આજરોજ વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું જોવા મળ્યુ.

સાવરકુંડલા શહેરમાં આજે સવારથી જ વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું.. બદલતાં પર્યાવરણીય માહોલની એક ઝલક એટલે ભર શિયાળે વાદળિયું વાતાવરણ. જો કે અમુક લોકો તો જાણે કાશ્મીરમાં ફરતા હોઈએ તેવી પોતાના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર કોમેન્ટ કરી રહ્યા છે. પરંતુ આ તો  બદલતાં વૈશ્વિક પર્યાવરણની કઠણાઈથી વિશેષ કશું નથી. અને આમ પણ આ બદલતાં વૈશ્વિક પર્યાવરણીય ફેરફારો ખરેખર ચિંતાપ્રેરક છે. અને તેનું દર્દ પણ હાલ વૈશ્વિક સ્તરે દુબઈ ખાતે યોજાયેલ ક્લાઈમેટ ચેન્જ અંગે ચિંતન કરવા માટે અને આ પર્યાવરણીય ફેરફારોને કેમ ખાળવા તે માટે વિચારવિમર્શ કરવા માટે યોજાયેલ સંમેલનમાં પણ વિશ્ર્વના ૨૦૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓ ચિંતા અને ચિંતન માટે એકઠાં થયાં છે

એમાં પણ આપણાં પ્રધાનમંત્રીના ચહેરા પર આ બદલાતાં પર્યાવરણીય ફેરફારો જોઈને  દુખ છલકતું જોવા મળેલ છે. અને અંગે તમામ દેશોએ સાથે મળીને વધતાં તાપમાનને અંકુશિત કરવા માટેના કોંક્રીટ પગલાં લેવા પડશે એવી વાત પણ તેમણે આ જાહેર મંચ પરથી દોહરાવી છે. આમ ગણો તો આજે વાતાવરણ વાદળછાયું સંપૂર્ણ શાંત અને જાણે કોઈ કુદરતી આફતનો સંકેત આપતું હોય તેવું જોવા મળે છે. આ લખાઈ છે એટલે કે બપોરના બે વાગ્યા સુધી તો સૂરજનારાયણના દર્શન થયાં નથી જાણે સૂરજ છાબડીમાં ઢંકાયો ન હોય તેવું લાગે છે..!! વાતાવરણ પણ જાણે હોય કોઈ હિલ સ્ટેશન જેવું લાગે છે.!! વાતાવરણમાં ઊજાસ કમ અને ઝાંખપ વધુ જોવા મળે છે. એકંદરે સ્વાસ્થ્ય માટે શરદી ઉધરસ અને શ્વાસ જેવા દર્દોને નિમંત્રણ આપતું વાતાવરણ જોવા મળેલ છે. દિવસ દરમિયાન જેવી જોઈએ તેવી વિઝીબિલીટી પણ  જોવા નથી મળી.

Related Posts