અમરેલી

સાવરકુંડલા શહેરમાં આજે પણ કમોસમી વરસાદ કેમ કહેવું કે આ ઉનાળો છે

કોઈ કેમ કહે કે આ ઉનાળો છે? કમોસમી માવઠાંનો માર કેમ સહન કરવો હે જગતના તાત..? આ કમોસમી વરસાદ એટલે કે માવઠાંને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ. આમ તો કમોસમી વરસાદ એકાદ  કે અડધો કલાક જ આવે પરંતુ ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફેરવી દે છે.!! આમ કહીએ તો માવઠું એટલે ખેતી ક્ષેત્રે મહામુસીબત..  સાવરકુંડલા શહેરમાં લગભગ ચાર આસપાસ પવન સાથે વરસાદ..ખાસકરીને માવઠું એટલે કેરી અને બાગાયતી પાકોને નુકસાન સિવાય કશું નહીં.. વાતાવરણમાં હજુપણ ભારે ઉકળાટ જોવા મળે છે. હે. ઈશ્ર્વર! માવઠાંને કહીં દો હવે કરે  હાંઉ !! આ ધરાતલ પર ભૂમિપુત્રો છે તેનાથી ત્રાહિમામ. હજુ ગતરોજ સાવરકુંડલા તાલુકાના સાકરપરા ગામે કમોસમી વરસાદને કારણે વીજળી પડતાં એક વયોવૃદ્ધનું મોત નીપજ્યું હતું. 

Follow Me:

Related Posts