સાવરકુંડલા શહેરમાં આજે હનુમાનજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
સાવરકુંડલા શહેર એટલે ધર્મપ્રેમીઓનું અનોખું શહેર.. ખાસકરીને હનુમાનજીના ભક્તગણોની અહીં નોંધપાત્ર સંખ્યા જોવા મળે છે. આમ તો સાવરકુંડલા શહેરમાં હનુમાન ચાલીસાનું ગાન કરાવતાં પણ ઘણાં મંડળો છે. જો કે ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. સાવરકુંડલા શહેરમાં તો ઠેર ઠેર હનુમાનજી મંદિર આવેલ છે.તેમાં પણ આજે હનુમાનનજીનો પ્રાગટ્યોત્સવ એટલે હનુમાનજીના મંદિરે આજે આરતી પૂજા વિધિ, કિર્તન, ભજન અને બટુક ભોજન કરાવવામાં આવી રહ્યું છે. સમગ્ર શહેર જાણે હનુમાનજીની ભક્તિમાં એકરસ થતું જોવા મળે છે. આજરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ તાત્કાલિક હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત તસવીરમાં આજ સવારથી જ કુંડળપુર હનુમાનજી મંદિરે ભક્તોની દર્શનાર્થ ભીડ જોવા મળી હતી. આજે ઠેર ઠેર હનુમાનજી પ્રાગટ્યોત્સવ નિમિત્તે બાળકોને ગુંદી ગાંઠીયાનો પ્રસાદ વિતરણ કરાવામાં આવી રહ્યો છે હનુમાનજી આપણને શક્તિ, ભક્તિ, સમર્પણ, હિમંત, શૌર્ય અને સાહસની પ્રેરણા આપે છે. હનુમાનજીને પવન પુત્ર, સંકટ મોચન, બજરંગ બલી વગેરે નામો દ્વારા પણ ઓળખવામાં આવે છે. હનુમાનજી મહારાજ દરેક વ્યક્તિના કષ્ટ દૂર કરે છે એટલે તેને કષ્ટભંજન પણ કહેવાય છે. હનુમાનજીને કળીયુગના સૌથી પ્રભાવશાળી દેવતાઓમાંના એક માનવામાં આવે છે.
Recent Comments