સાવરકુંડલા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે અનોખી તબીબી નિશુલ્ક સારવાર આપતી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આજરોજ આંખના ઓપરેશનનો પ્રારંભ
આજરોજ વર્ષના સૌથી લાંબા દિવસ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા શુભ દિને સાવરકુંડલા શહેરમા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (નિશુલ્ક) ખાતે આ આરોગ્ય મંદિરના આલીશન નવનિર્મિત બિલ્ડીંગ ભરોસો ખાતે ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મોખરા હનુમાનવાળા વિજયગીરીબાપુના વરદ હસ્તે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમા આંખના વિભાગનું પ્રથમ ઓપરેશન આંખના ખ્યાતનામ તબીબ ડો. કપીલભાઈ વરૂ દ્વારા કરવામાં આવેલ. આ ઓપરેશન થિયેટર મોખરા હનુમાનવાળા વિજયગીરીબાપુના મંગલ આશિર્વાદ સાથે આંખનું ઓપરેશન થિયેટરમાં આંખના તબીબ દ્વારા પ્રથમ ઓપરેશન કરવામાં આવેલ. આ શુભ પ્રસંગે મોખરા હનુમાનજીના વિજમગીરી બાપુએ રૂપિયા ૫૧ હજારનો ચેક અનુદાન પેટે આ સંસ્થાને અર્પણ કરેલ. આ શુભ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાના ટ્રસ્ટી ચંદ્રીકાબેન ઘેલાણી, ભરતભાઈ જોષી, હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડો. મગનભાઈ પાંડવ, અમેરીકાના ખ્યાતનામ મનોચિકિત્સક રશ્મીબા જાડેજા, ગીતાબેન જોષી, સમેત સંસ્થાના શુભેચ્છકોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી ઓપરેશન થિયેટર ઓપરેશન માટે ખુલ્લુ મૂકાયુ આમ સાવરકુંડલા શહેરમા હવે આંખના દર્દો જેવા કે મોતિયો, ઝામર વગેરે દર્દોના ઓપરેશન તથા સારવાર ચિકિત્સાના શ્રી ગણેશ થયાં આમ તો વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એ સંપૂર્ણ નિશુલ્ક સેવા અર્થાત્ નિદાન, સારવાર કે જરૂરી ઓપરેશન કે દવા તથા ભોજન તમામ પ્રકારની સેવા સંપૂર્ણ નિશુલ્ક કરતી સાવરકુંડલા જ નહીં પરંતુ અમરેલી જિલ્લાની એક માત્ર હોસ્પિટલ છે.અહીં દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજી ખૂબ જ પ્રેમ ભાવ અને આદર સત્કાર સાથે પોતાપણાના ભાવથી નિદાન સારવાર કરવામાં આવે છે. આમ સાવરકુંડલા શહેરમાં હવે આંખને સંલગ્ન દર્દો માટે પણ અહીં સારવાર ઉપલબ્ધ થતાં સાવરકુંડલા તેમજ આસપાસના વિસ્તારોને એક વધુ નિશુલ્ક સગવડ મળી છે. અહીં સારવાર અર્થે આવતાં તમામ દર્દીઓને એક જ ભાવથી કે દર્દી એ નારાયણનું સ્વરૂપ છે અને ભગવાન ધન્વંતરિના આશીર્વાદ સાથે નાત જાત, વર્ગ ભેદ, અમીર ગરીબનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજી નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. આ સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા સમેત તમામ ટ્રસ્ટી ગણ સંસ્થાના નિભાવ અને વિકાસ માટે અથાગ પરિશ્રમ કરતાં જોવા મળે છે. લોકોમાં પણ આ સંસ્થાનું નામ ખૂબ આદર અને સન્માન સાથે લેવામાં આવે છે. આમ શ્રી લલ્લુભાઈ શેઠનાં જીવન સિધ્ધાંતને ચરિતાર્થ કરતી આ સંસ્થાની એકવાર મુલાકાત લેવા જેવી છે.
Recent Comments