ભાજપના દિગ્ગજ નેતા ડો. ભરત કાનાબાર અને તેની ટીમ..હોસ્પિટલની આરોગ્ય સેવા રૂબરૂ નિહાળી સર્વે ખૂબ પ્રભાવિત થયા. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.પ્રકાશભાઈ કટારીયા અને રાજુભાઈ બોરીસાગરે હોસ્પિટલમાં સાથે રહીને ઉપસ્થિત તમામને હોસ્પિટલની સુવિધાઓથી અવગત કર્યા. સાવરકુંડલાની અમૂલ્ય હોસ્પિટલ એટલે કે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાતે અમરેલીથી ભારતીય જનતા પાર્ટીના દિગજ નેતા તેમજ તબીબી ક્ષેત્રે જેનું આગવું નામ છે તેમજ ૨૪/૭ ક્લબ ના સ્થાપક દ્વારા દર્દીના હમદર્દ બનેલી સંસ્થા ડો. કાનાબારસાહેબ તેમજ તેમના સાથી સભ્યોએ સાવરકુંડલા ખાતે શ્રીલલ્લુભાઈ શેઠ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને સાંત્વના પાઠવી હતી
હોસ્પિટલના એડમીન ડોક્ટર પ્રકાશ કટારીયા સાહેબ તેમજ રાજુભાઈ બોરીસાગર સાથે રહી હોસ્પિટલનો પરિચય કરાવેલ. આ સમયે ડો. દવે સાહેબ એડવોકેટ ચેતન રાવલ, આયુર્વેદીક ડો. ભાવેશભાઈ મેહતા, આયુર્વેદ ડો.નીખીલેશ જાની, તેજસ્વિની ક્લબના આશાબેન દવે, ઓમ શાંતિ સરલાબેન દવે, રાજકોટથી જુલીબેન દોઢિયા, અજમેરા સ્કૂલના રાજુભાઈ કામદાર, નાગરિક બેંકના ડિરેક્ટર કમલેશ ગરણીયા, રેડક્રોસ વાલા આજુગિયા. સાદરાણી ભાઈ, બિપીન ગાંધી, ડીજી મહેતા, કે.પી. ભડકોલિયા, કિરણભાઈ નાંઢા, ટોમ અગ્રાવત, કિરીટ મિશ્રા . નયન જોશી, મિશ્રાજી, જોગીભાઈ, મન્સુર ગઢીયા, ખીમચંદભાઈ રામાણીભાઈ તથા દિનેશ વાઘેલા જોડાયા હતાં. આ ઉપરાંત સાવરકુંડલાના સમાજ સેવક હેમાંગભાઈ ગઢીયા, રામદેવસિંહ ગોહિલ, મહેન્દ્રભાઈ બગડા ખાસ ઉપસ્થિત રહેલ
Recent Comments