સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ સ્થિત માનવમંદિરે આજે કોમી એકતા અને ભાઈચારાનાં દર્શન એક કરુણાંતિકા દરમિયાન સ્પષ્ટ નજરે ચડયા. નવ માસ પહેલા પોરબંદરની એક સંસ્થા દ્વારા આ આશ્રમમાં દાખલ કરવામાં આવેલ અને હજુ બે માસ પહેલાં જ સ્વસ્થ થયેલ મનોરોગી મહિલાએ પોતે ઉત્તરપ્રદેશ કાનપુરની રહેવાસી ખુશ્બુ મન્સુરખાંન હોવાનું જણાવ્યું હતું જેનું ગત મોડી રાત્રે અવસાન થતાં સવારે ખબર પડતાં સાવરકુંડલા પીરે તરિકત દાદાબાપુનો મુસ્લિમ વિધિ પૂર્વક દફન વિધિ કરાવવા આશ્રમ દ્વારા સહકાર માંગવામાં આવતાં સાવરકુંડલાથી તાબડતોબ હાફિઝ સાદીકબાપુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા પત્રકારો માનવ મંદિરે દોડી આવ્યા હતાં. પ્રથમ સાવરકુંડલાનાં મેમુદાબેન દ્વારા ગુસલ વિધિ બાદ મર્હુમા ખુશ્બુબેનનો જનાજો માનવ મંદિરેથી કબ્રસ્તાન તરફ આખરી સફર તરફ આગળ વધ્યો હતો. સાવરકુંડલાનાં મુસ્લિમ બિરાદરોએ જોહરની નમાઝ બાદ મર્હુમા ખુશ્બુબેન ને પૂ.ભક્તિબાપુ અને હાફિઝ સાહેબ તેમજ પત્રકારોએ નમાઝ અદા કરી વિધિવત દફન વિધિ કરી.. આ મર્હુમા ખુશ્બુ બેનની ઝિયારત પણ બે દિવસ બાદ એટલે કે તારીખ ૩૦ ને શનિવારના રોજ માનવ મંદિરે રાખવામાં આવી છે
સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિરે મોતનો મલાજો અને તેની શાન જાળવી કોમી એકતા, અમન અને ભાઈચારાની ભાવના સાથે મર્હુમા ખુશ્બુબેનનો જનાજો નીકળ્યો..બસ આ ભાઈચારાની વિરાસત સુખદુઃખનાં પ્રસંગોમાં જળવાઈ રહે..

Recent Comments