સાવરકુંડલા શહેરમાં આવેલ એસ ટી. ડેપોની મુલાકાત લેતાં સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા. મુસાફરોનાં પ્રશ્ર્નો જાણ્યા.. હવે તંત્ર સાબદું થઈ મુસાફરોની સુવિધામાં વધારો કરે તો સારું.
ગતરોજ એક સમાચાર જાણવા મળ્યા કે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા એસ. ટી. ડેપોની મુલાકાત લીધી અને ત્યાં ઉપસ્થિત મુસાફરો તથા કર્મચારીઓની મુલાકાત લીધી લોકોના એસ ટી. વિભાગ સંબંધિત પ્રશ્ર્નો જાણ્યા. ખરેખર પ્રશંસનીય કાર્ય છે એક ધારાસભ્ય આમ એસ. ટી ડેપોની સરપ્રાઇઝ વિઝીટ કરે અને લોકોની સમસ્યાઓ જાણવા પ્રયાસ કરે. જો કે સરપ્રાઇઝ હોય કે નિર્ધારિત હોય મિડિયાવાળા તો પહોંચી જાય એટલે.. હવે સાવરકુંડલા એસ. ટી. ડેપોના પ્રવેશદ્વાર પર છેલ્લા વાવાઝોડાના સમયથી એસ. ટી ડેપોના નામનિર્દેશન ધરાવતું બોર્ડ જ ગાયબ છે. વર્તમાન પત્રોમાં પણ ઘણી વખત આ બાબત પ્રકાશિત થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી તો પરિણામ શૂન્ય છે. હજુ સુધી એ પ્રવેશદ્વાર પર એ બોર્ડ લાગેલ નથી..!!! વળી જેને સાવરકુંડલાવાસીઓ જૂના બસસ્ટેન્ડ તરીકે ઓળખે છે ત્યાં શૌચાલય પણ પર્યાપ્ત માત્રામાં નથી. મુસાફરોની સુવિધા અર્થે ખાસકરીને કુદરતી હાજતે જવા માટે આવી સુવિધા પણ જાહેર સ્થળોએ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવવી જોઈએ એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
વળી આવા ઉનાળાની કાળઝાળ ગરમીમાં જૂના બસસ્ટેન્ડ ખાતે એક પાણીનું પરબ હોય તો મુસાફરોની પ્યાસ પણ બુઝાવી શકાય. આ ઉપરાંત નેસડી રોડ ખાતે અધિકૃત પાકું પીક અપ બસસ્ટેન્ડ બને એ પણ જરૂરી છે. આ સંદર્ભે પણ સાવરકુંડલા ધારાસભ્ય શ્રી અંગત રસ લઇને આવા મુસાફરોને રાહત થાય તેવા કામો કરાવે એ સમયની માંગ પણ છે અને જરૂરી પણ ગણાય.. જો કે સરકારી તંત્ર આવાં લોક સુવિધા માટે કેટલી પ્રતિબધ્ધતા દર્શાવે છે તે તો સમય જ કહેશે..
Recent Comments