fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલના પ્રણેતા એ શુભેચ્છા મુલાકાત લીધી

સાવરકુંડલામાં દર્દીને નારાયણનું સ્વરૂપ સમજી નિ:શુલ્ક સેવા કરતા વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલીત શ્રી લલ્લુભાઈ  શેઠ આરોગ્ય મંદિરની લાગણી અને આમંત્રણને માન આપીને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરૂ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના સદશિષ્ય  પૂજ્ય સ્વામી શ્રી ભોળાનંદ  સરસ્વતીજી મહારાજ  શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આશિર્વચન તથા આશીર્વાદ આપવા પધારી ડોક્ટરશ્રીઓ અને સંચાલકશ્રીઓને માનવસેવા માટે પ્રોત્સાહિત કરી પોતાનું  દિવ્ય પ્રવચન આપ્યું હતું. શાસ્ત્રોક્ત મંત્રોથી તેઓશ્રીએ પોતાના પ્રવચનની શરૂઆત કરી હતી. પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે સદગુરુદેવ શ્રી નિર્દોષાનંદજીની પ્રેરણાથી ટીમ્બી મુકામે ચાલતી હોસ્પિટલ જેવી જ સેવા આ હોસ્પિટલમાં થાય છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમામ દર્દીને નારાયણનું સ્વરૂપ સમજી તેમની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે. આ બાબતે તેઓએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે ડોક્ટરશ્રીઓને અનુલક્ષીને કહ્યું કે દરેક ડોક્ટરોએ ધ્યાન અવશ્ય કરવું જોઈએ. નિરંતર ધ્યાન સાધના કરનાર ડોક્ટર જ્યારે સેવા ભાવથી દર્દીનારાયણની સેવા કરે છે ત્યારે તે દર્દી ઝડપથી સાજા થાય છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના હોલમાં હોસ્પિટલના ડોકટરો તથા તમામ સ્ટાફ સાથે આશ્રમ પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રવચન પૂર્ણ થયા બાદ શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તકોનો સેટ તમામ ડોક્ટરશ્રીઓ અને સ્ટાફગણને તેઓના હસ્તે આપવામાં આવેલ. ત્યારબાદ આશિર્વચન આપી સ્વામીજી સંપૂર્ણ હોસ્પિટલમાં વિચરણ કરી દરેક વિભાગની મુલાકાત લીધી હતી.

Follow Me:

Related Posts