fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (CED)દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો

આજરોજ તારીખ ૨૭/૭/૨૩  ગુરુવારના રોજ શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (CED), ભાવનગર કચેરી દ્વારા જુદા જુદા ઉદ્યોગોની સ્થાપના કરવા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ, ત્યારબાદ ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાનના જિલ્લા કોઓર્ડિનેટર શ્રી હિતેશભાઈ બગડાએ આત્મનિર્ભર બનવા કયા કયા ઉદ્યોગ શરૂ કરી શકાય? ઉદ્યોગ કઈ રીતે સ્થાપવો? ઉદ્યોગ સ્થાપવા માટે કઈ મદદ અને સવલત ઉપલબ્ધ છે? વગેરે મુદ્દા પર પોતાના વ્યાખ્યાનમાં વિશેષ છણાવટ કરેલ. રસ ધરાવતા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન દ્વારા ૧૨ દિવસની સઘન તાલીમ મેળવી ઉદ્યોગ ક્ષેત્રે કઈ રીતે પગભર થઈ શકે? તે બાબતે તેમણે માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ આગામી દિવસોમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમની પ્રથમ બેચ શરૂ થશે તે અંગે પણ વિદ્યાર્થીઓને વાકેફ કરેલ.બહેનો પણ ઉદ્યોગ દ્વારા આત્મનિર્ભર બની શકે તે માટે શ્રી ભૂમિકાબેન ધીરુભાઈ ખેરાજેવિદ્યાર્થીની બહેનોને વ્યક્તિગત માર્ગદર્શન આપેલ.

કાર્યક્રમનું સફળ સંચાલન વા.પ્રિ. રીંકુબેન ચૌધરીએ કરેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ ગણે વિશેષ જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું. .

Follow Me:

Related Posts