સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા ગુરુકુળમાં ૩૧૮મો નેત્ર કેમ્પ યોજવામાં આવ્યો.
સાવરકુંડલા શહેરની જાણીતી સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થા એટલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલામાં તારીખ ૪-૮-૨૦૨૩ ના રોજ ૩૧૮મો નેત્ર યજ્ઞ યોજવામાં આવ્યો .જેમાં કુલ ૧૧૩ દર્દીઓ હાજર રહ્યા હતા જેમાંથી ૧૭ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા બાકીના તમામને વિનામૂલ્યે દવા ટીપા તેમજ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના અક્ષર નિવાસી પરમ પૂજ્ય જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં આ નેત્ર કેમ્પ યોજવામાં આવ્યો જેના દાતાશ્રી કીર્તિ કુમાર ચંપકલાલ બોરડીયા મુંબઈ નિવાસી રહ્યા હતા. આ કેમ્પમાં આવેલ તમામને દર્દી નારાયણને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થામાં દર માસના પ્રથમ શુક્રવારે નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવે છે સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદદાસજી સ્વામી તેમજ સંસ્થાના પ્રમુખ શાસ્ત્રીય હરીપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે કોઠારી સ્વામી અક્ષરમુક્તદાસજી સ્વામીએ નેત્ર કેમ્પની તમામ વ્યવસ્થા સંભાળી હતી નેત્ર યજ્ઞમાં વીરનગરથી પધારેલ શિવાનંદ મિશનના ડોક્ટરોની સેવા રહી હતી .
Recent Comments